Kutch : પશુપાલકો માટે આનંદના સમાચાર, સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, 736 મંડળીઓને મળશે લાભ

|

Jun 09, 2022 | 8:11 PM

કચ્છની(Kutch) સરહદ ડેરી દ્વારા 16 જૂન થી પ્રતિ કિલો ફેટ રૂપિયા 10 નો વધારો કરી નવા ભાવ પ્રતિ ફેટ 720 પશુપાલકોને ચૂકવવાનું દૂધ સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ પશુપાલકોને ભેસના દૂધના ૭ ટકા ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે. જ્યારે 4.5 ટકા ફેટના ગાયના ભાવ પશુપાલકને પ્રતિ લી 36 રૂપિયા મળતા થઈ જશે.

Kutch : પશુપાલકો માટે આનંદના સમાચાર, સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, 736 મંડળીઓને મળશે લાભ
Kutch Sarhad Dairy
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં કચ્છની(Kutch) સરહદ ડેરીએ( Sarhad Dairy) પશુપાલકોને ચૂકવાતા દૂધના ખરીદ ભાવમાં (Milk Price) વધારાની જાહેરાત કરી છે. આ વધારો 16 જુનના રોજથી અમલી થશે. સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ તેમજ નવા નિયામક મંડળે કચ્છના પશુપાલકોના હિતમા પ્રથમ દિવસે જ નિર્ણય લીધો છે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ‘સરહદ ડેરી’ ના સુદઢ સંચાલનમાં સહભાગી નિયામક મંડળના સભ્યો તથા કચ્છ ની 736 દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી તેમજ પશુપાલકોના સહયોગના કારણે દૂધ સંઘ દ્વારા સતત પ્રગતિના સોપાનો સર કરેલ છે જેમાં 16 જૂન થી પ્રતિ કિલો ફેટ રૂપિયા 10 નો વધારો કરી નવા ભાવ પ્રતિ ફેટ 720 પશુપાલકોને ચૂકવવાનું દૂધ સંઘ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ પશુપાલકોને ભેસના દૂધના ૭ ટકા ફેટના પ્રતિ લિટર રૂપિયા 50.50 મળતા થશે. જ્યારે 4.5 ટકા ફેટના ગાયના ભાવ પશુપાલકને પ્રતિ લી 36 રૂપિયા મળતા થઈ જશે.

પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચૂકવણું કરવામાં આવશે

જ્યારે આ ઉપરાંત ચાલુ વર્ષે 40 કરોડ રૂપિયાનું પશુપાલકોને દૂધ ભાવ ફેર ચૂકવવાનું પણ શરૂ કરી દીધેલ છે. સંઘની શરૂઆત થઈ ત્યારે વર્ષ ૨૦૦૯ માં કચ્છમાં દૂધના ભાવ 15 રૂપિયા પ્રતિ લીટર હતા. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય સમયે કચ્છ સહકારી ધોરણે ડેરીની સ્થાપનાના નિર્ણય થકી આજે ત્રણ ગણા કરતાં વધુ ભાવો પશુપાલકોને સરહદ ડેરી ચુકવે છે આ નવા ભાવો મુજબ પશુપાલકોને માસિક 1 કરોડ રૂપિયા વધુ ચૂકવણું કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સરહદ ડેરીના ભાવ વધારો મળતા પશુપાલકોને રાહત મળશે

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને GCMMF ના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે દૂધ સંઘના નિયામક મંડળની ચૂંટણીના કારણે દૂધ સંઘ દ્વારા ભાવો વધારો કરી શકાતો ન હતો જે પૂર્ણ થયેલ હોઇ તાત્કાલિક આ ભાવો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સરહદ ડેરી દ્વારા હમેશા પશુપાલકોના હિતને ધ્યાને લઈ અને નિર્ણય કરવામાં આવેલ છે અને આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ચાલુ વર્ષે પાણી અને ઘાસની અછત વચ્ચે પશુપાલકો ચિંતીત હતા પરંતુ સતત ભાવ વધારો મળતા પશુપાલકોને રાહત મળશે

Published On - 8:00 pm, Thu, 9 June 22

Next Article