Kutch: નવતર પ્રયોગ, 60 મહિલાઓએ એકત્ર થઇ પ્લાસ્ટિક મુકત ગામની ઝુંબેશ ઉપાડી

આજે તેઓ પોતાના નામથી એક અલગ બ્રાન્ડ શરૂ કરીને વસ્તુઓનું વેચાણ કરે છે. જેમાં તેઓને ભારતના વિવિધ રાજયો અને વિદેશથી પણ ઓર્ડર મળે છે.તેઓ સરકારનો આભાર માનતા જણાવે છે કે, સરકાર દ્વારા આર્થિક તથા માર્કેટીંગ સહિતની જે સહાય આપવામાં આવે છે.

Kutch: નવતર પ્રયોગ, 60 મહિલાઓએ એકત્ર થઇ પ્લાસ્ટિક મુકત ગામની ઝુંબેશ ઉપાડી
Kutch Women Plastic Free Campaign
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jul 02, 2023 | 5:09 PM

Kutch : કોઇપણ સમસ્યાને નાથવા માટે મક્કમ નિર્ધાર હોવો જરૂરી છે. સમસ્યા કેટલી મોટી છે અને તેને દુર કરવા હું એકલો શું કરી શકીશ તે વિચારથી જ અનેક વ્યકિતઓ પીછેહઠ કરીને સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે. રામસેતુના નિમાર્ણમાં એક ‘ખિસકોલી’ એ પણ પોતાનું યોગદાન આપીને બધા માટે નાનું તો નાનું પણ યોગદાન આપી તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

આ જ પથ પર કચ્છમાં(Kutch) 60 બહેનો કામ કરી રહી છે. કચ્છના પર્યાવરણને પોલિથીન બેગના દૂષણથી મુકત કરવા માટે વરસાદના ટીપા સ્વરૂપે નાના પાયે એકત્ર થઇ કામગીરી પ્રારંભ કરનાર આ મહિલાઓ આજે નદીનો પ્રવાહ બનીને વહી રહી છે.

વેસ્ટ પોલિથીન એકત્ર કરીને તેમાંથી વણાટકામની કલા મારફતે અવનવી ચીજો બનાવી

વેસ્ટ પોલિથીનને લોકઉપયોગી ચીજવસ્તુનું નવું સ્વરૂપ આપીને કચ્છના પર્યાવરણને બચાવવા આ મહિલાઓ ખંતથી કાર્ય કરી રહી છે.વાત કરવી છે. અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની મહિલાઓ તથા તેના સાથે કચ્છના ગામે ગામેથી જોડાયેલી મહિલાઓની જે ઘરે ઘરે જઇને વેસ્ટ પોલિથીન એકત્ર કરીને તેમાંથી વણાટકામની કલા મારફતે અવનવી ચીજો બનાવી આજે સ્વરોજગારી તો મેળવી રહી છે સાથે પર્યાવરણને બચાવી રહી છે.

Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો
અંબાણી પરિવારની Radhika Merchant નું આ લિસ્ટમાં આવ્યું નામ
ભારતના 100 રૂપિયા થાઈલેન્ડમાં કેટલા થઈ જાય ?
વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ

ગર્વની બાબત એ છે કે, આ ઝૂંબેશમાં રોજ વધુને વધુ મહિલાઓ જોડાતી જઇ રહી છે.ભુજ તાલુકાના અવધનગરમાં ગામે ગામેથી મુખ્યત્વે પોલિથીન એકત્ર કરીને તેમાંથી વસ્તુઓ બનાવવાની કામગીરી થાય છે. આ અંગે કુળદેવી કૃપા સખી મંડળના પ્રમુખ રાજીબેન વણકર કે જેઓ આ કામગીરીના જનેતા છે તેઓ જણાવે છે કે, તેની સાથે કચ્છના અનેક ગામની મહિલાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાઇ છે.

એક કિલો પ્લાસ્ટીક કાપવાના રૂપિયા 120  લેખે મજૂરી બહેનોને ચૂકવાય છે

જેમાં પ્રત્યક્ષ રીતે 60 મહિલાઓ છે જેમાંથી 50 જેટલી મહિલાઓ પોલિથીન ગામડાઓમાંથી એકત્ર કરીને તેને ધોઇને, કટીંગ કરીને અવધનગર પ્લાસ્ટીક વણાટ કેન્દ્ર સુધી પહોંચાડવાનું કામ કરે છે. એક કિલો પ્લાસ્ટીક કાપવાના રૂ. ૧૨૦ લેખે મજૂરી બહેનોને ચૂકવાય છે. ઉપરાંત શાળાઓમાંથી અને પ્લાસ્ટિક વીણતા બહેનો પાસેથી પ્રતિ કિલો રૂ.૧૫ના હિસાબે પોલિથીન એકઠું કરવામાં આવે છે. જયારે બાકીની બહેનો 13 વણાટ મશીન પર વણાટકામ કરી કાપડ બનાવવાનું કામ કરે છે.

જેમાંથી હાલ પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, તાલ મેટ, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. દરેક બહેનને તેના કામ મુજબ મહેનતાણું આપવામાં આવે છે.તેઓ જણાવે છે કે, નાનપણથી તેઓને વણાટકામ આવડતું હતું. પતિના મૃત્યુ બાદ ૩ બાળકોના ઉછેરની જવાબદારી આવતા મજૂરી કામ શરૂ કર્યું .

થોડા સમય બાદ એક સંસ્થામાં વણાટ કામગીરીમાં તેઓ જોડાયા જયાં સંસ્થાની મુલાકાતે આવેલ ફ્રેન્ચ ડિઝાઇનર મહિલા પાસે ગામમાં ઉડતા નકામા પ્લાસ્ટીકમાંથી વણાટ કરીને કંઇ કરવાની પ્રેરણા તથા તાલીમ મળી.

બસ ત્યારથી તેઓને નવતર વિચાર સ્ફૂર્યો અને કચ્છના દરેક ગામના પાદરને પ્લાસ્ટીકમુકત કરવા તેઓએ બીડું ઝડપીને ગામે ગામેની મહિલાઓને પોતાની સાથે જોડી. આજે તેઓએ અનેક બહેનોને વણાટકામ શીખવીને સ્વનિર્ભર બનાવી પોતાની સાથે જોડી છે અને હજુપણ આ પ્રયાસો જારી છે.

તેઓની પ્લાસ્ટિકને રીસાઇકલ નહીં પરતું અપસાઇકલ કરવાની ઝુંબેશથી અનેક મહિલાઓના ઘર ચાલી રહ્યા છે. તેઓ ખરાઅર્થમાં વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાત કરી રહ્યા છે.અત્યાર સુધી તેઓનું સખીમંડળ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા યોજાતા પ્રદર્શની મેળામાં ભાગ લઇને પોતાની કળાના કામળ દેશ-વિદેશના કલારસીકો તથા પર્યાવરણ પ્રેમીઓ સુધી પહોંચાડી ચુકયા છે.

આજે તેઓ પોતાના નામથી એક અલગ બ્રાન્ડ શરૂ કરીને વસ્તુઓનું વેચાણ કરે છે. જેમાં તેઓને ભારતના વિવિધ રાજયો અને વિદેશથી પણ ઓર્ડર મળે છે.તેઓ સરકારનો આભાર માનતા જણાવે છે કે, સરકાર દ્વારા આર્થિક તથા માર્કેટીંગ સહિતની જે સહાય આપવામાં આવે છે.

તેના કારણે મહિલાઓને સ્વનિર્ભર બનવા સ્વબળ મળે છે. બાયોડીગ્રેડેબલ અને પ્લાસ્ટીક વેસ્ટના ક્ષેત્રે રાજીબેનની કામગીરીની કદરરૂપે તાજેતરમાં જ તેઓને દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કચ્છ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
ઈન્ડિયન ટેલિવિઝન એવોર્ડમાં TV9 ગુજરાતીએ જીત્યા 10 એવોર્ડ
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">