Kutch: મહિલા દિને વિશેષ કાર્યક્રમ, સાધ્વી સંમેલનને વડાપ્રધાને સંબોધ્યું, ભુજમાં પણ મહિલાઓનું સન્માન

સંમેલનમા ગુજરાત ભરમાંથી વિવિધ સંપ્રદાયના મહિલા સંતો ઉપસ્થિત રહ્યા છે તો કેન્દ્રીય આરોગ્ય હેલ્થ મીનીસ્ટર ભારતી પવાર પણ કાર્યક્રમમા સંતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમનનો મુખ્ય ઉદ્દેશ સંતોના માધ્યમથી મહિલાઓના ઉત્થાન માટેના પ્રયત્નનો છે.

Kutch: મહિલા દિને વિશેષ કાર્યક્રમ, સાધ્વી સંમેલનને વડાપ્રધાને સંબોધ્યું, ભુજમાં પણ મહિલાઓનું સન્માન
કચ્છમાં મહિલા દિનના દિવસે સાધ્વી સંમેલન યોજાયું
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 08, 2022 | 7:25 PM

કચ્છ (Kutch) માં આજે મહિલા દિવસ (Women’s Day) ના દિવસે કચ્છના સફેદ રણમાં મહિલા સંમેલનનુ આયોજન કરાયુ છે જેમા ગુજરાત અને ભારતભરમાંથી સાધ્વીઓ સંમેલનમા ભાગ લેવા આવ્યા છે. સાધ્વી ઋતુભંરા દેવીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કાર્યક્રમના અંતમા વર્ચુયઅલ (Virtual) સંબોધન કર્યું હતું.

સંમેલનમા ગુજરાત ભરમાંથી વિવિધ સંપ્રદાયના મહિલા સંતો ઉપસ્થિત રહ્યા છે તો કેન્દ્રીય આરોગ્ય હેલ્થ મીનીસ્ટર ભારતી પવાર પણ કાર્યક્રમમા સંતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમનનો મુખ્ય ઉદ્દેશ સંતોના માધ્યમથી મહિલાઓના ઉત્થાન માટેના પ્રયત્નનો છે. જેનુ મંથન કચ્છના સફેદરણમાં થશે.

આજે પરિસંવાદ બાદ સંતોને કચ્છના તીર્થસ્થાન પર દર્શન માટે પણ લઇ જવાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને કચ્છના સફેદ રણમાં રાજ્યનું પ્રથમ સાધ્વી સંમેલનયોજાયુ હતું. સાધ્વી ઋતંભરાજીએ સંમેલનમાં સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે, હું મહિલા શકિતને વંદન કરું છું. ઝુઝારુ મહિલાઓ શક્તિ સમાજને રાહ ચીંધનારી રહી છે. આજે મહિલા સંતોની શિબિર અહીં યોજાઈ છે. ત્યારે હું કહું છું કે, મહિલા બાહ્ય અને આંતરિક બન્ને રીતે મજબૂત અને સક્ષમ છે. જેને વધુ મજબુત કરવા ચર્ચા થશેઈ હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભુજમાં જિલ્લાકક્ષાના મહિલા દિનની ઉજવણી

યુનેસ્કો દ્વારા ‘Gender Equality Today For a Sustainable Tomorrow’ ની થીમ આધારિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનુ આયોજન છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે જીલ્લાકક્ષાનો કાર્યક્રમ આજે યોજાયો હતો. જેમાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ૭૪મહિલાઓનુ સન્માન અને ૩૨ વિવિધ સહાયના હુકમો  વિતરણ કરાયા હતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતે ઉજવાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને અન્યને પ્રેરણા પૂરી પાડનાર 74  મહિલાઓને સાલ-સન્માનપત્રથી સન્માનિત કર્યા હતા.સરકારી યોજના અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે માતા-બાળકને સુપોષીત કરવા 1000 દિવસ સુધી પોષ્ટ્રીક આહર માટે સરકારે બજેટમાં જોગવાઇ કરી છે. તો પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા સૌરભસિંગએ વિરાગંના સ્કોડની કચ્છમાં સ્થાપના સાથે મહિલાઓને કોઇપણ અત્યચાર કે મુશ્કેલી હોય તો પોલિસ સતત તેમની સેવામાં હાજર રહેશે જેથી ડર વગર પોલિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત કાર્યક્રમમાં કચ્છ મુખ્ય કેન્દ્ર રહ્યુ છે. કેમ કે કચ્છની બાળકીના બાલીકા પંચાયતના સુચનથી કાલે પણ કેન્દ્રીય મંત્રી પ્રભાવીત થયા હતા તો આજે પણ કચ્છના ધોરડો ખાતે સાધ્વીઓ-મહિલાઓ સાથે મળી સમાજમાં તેમની ભાગીદારી વધે તે માટે મંથન કરશે

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર કમલમની મુલાકાત લેશે, ભાજપના નેતાઓ, ધારાસભ્યો સાથે કરશે બેઠક

આ પણ વાંચોઃ રાજ્યની 98 ટકા સરકારી આરોગ્ય સંસ્થાઓએ ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરી, વિધાનસભામાં સરકારે માહિતી રજૂ કરી

g clip-path="url(#clip0_868_265)">