મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ

પોતાના દાન થકી આંજણા સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થયું છે.

મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ
વિજાપુરના પામોલમાં વિપુલ ચૌધરીએ કરેલા નિવેદનોને ભારે વિરોધ થઈ રહ્યો છે.
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Mar 16, 2022 | 6:28 PM

ગત તારીખ 13 માર્ચના રોજ પામોલ ખાતેની એક સભામાં દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhary) ના કોઇ ખાસ વ્યક્તિઓ માટેના નિવેદનોના કારણે ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના ગામો (villages) માં ભારે રોષ વર્તાતો જોવા મળી રહ્યો છે. આ જાહેરસભામાં વિપુલ ચૌધરી દ્વારા ઉભી કરવામાં આવી રહેલી અર્બુદા સેના કેટલાક ખાસ વ્યક્તિઓને નિશાન બનાવવા ઉભી કરાઇ રહી હોવાના તેઓએ સંકેત આપતાં આ સમાજના ગામડાઓમાં વિપુલ ચૌધરી માટે ઉકળતો ચરૂ જોવા મળે છે.

આંજણા સમાજના શિક્ષણ વિદ અને આ સમાજને રાજ્ય કક્ષાએ ઓ.બી.સી માં સ્થાન અપાવનાર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીના પિતા અને પોતાના દાન થકી સમાજમાં ભામાશાનું બિરૂદ પામેલા હરી ચૌધરી માટે ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ ભારે વિરોધનું વાતાવરણ ઉભું થવા પામ્યું છે અને સોશિયલ મીડિયામાં કેલલીક પત્રિકાઓ ફરતી થઈ છે.

દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને ભાજપના પપ્પુ શબ્દનો ઉલ્લેખ કરતાં મહેસાણા સહિતના આજુબાજુના આ સમાજના ગામોમાં વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવાય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે ઉલ્લેખનીય છે કે; પાટણ વિસ્તારની એક સભામાં વિપુલ ચૌધરી દ્વારા પદ્મશ્રી માલજી ભાઇ દેસાઈ અને ગોવા રબારી માટે પણ ગદ્દાર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

અંગત સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિપુલ ચૌધરીના આ વ્યક્તિ વિશેષ માટેના ઉચ્ચારણો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા જોવાઇ રહી છે તેવું મહેસાણા દૂધ સાગર ડેરીના વોટસએપ ગ્રુપમાં ડેરીના કર્મચારીઓ દ્વારા કરેલ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોઃ Surat: ભટાર વિસ્તારમાં બાઇક સવાર પાસેથી 18 લાખની ચિલઝડપ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">