કચ્છ : CBICના અધિકારીઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર, 200 કરોડનું ડ્રગ્સ પકડનાર ગાંધીધામ DRIના અધિકારી પણ સન્માનીત
DRI ગાંધીધામમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક, વિજયસિંહ બિહોલા 1985 માં કચ્છમાં પોસ્ટીંગ થયા બાદ તેઓ લાંબો સમય કચ્છમાં રહ્યા છે. અને દેશ વિરોધી પ્રવૃતિ પર રોક લગાવવા માટે અધિકારી દ્વારા ઉભા કરાયેલા મજબુત નેટવર્કથી આવી પ્રવૃતિ અટકી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના અધિકારીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયતનો(President’s Award) કાર્યક્મ આજે બેંગ્લુર ખાતે યોજાયો હતો. દર વર્ષે ફાઇનાન્સિયલ મંત્રાલય સાથે જોડાયેલ વિભાગોના અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી થતી હોય છે. અને તેની જાહેરાત 26 મી જાન્યુઆરી થાય છે. જો કે કોરોના મહામારીને કારણે આ કાર્યક્રમ બે વર્ષથી આયોજીત થતો ન હતો. જોકે આજે વર્ષ 20-21 અને 21-22 માટે પસંદ કરાયેલ અધિકારીઓને આ એવોર્ડ કેન્દ્રીય ફાઇનાન્સ મીનીસ્ટર નિર્મલા સીતારમનના (Nirmala Sitharaman) હસ્તે એનાયત કરાયો હતો.
જેમાં દેશભરના કસ્ટમ,જી.એસ.ટી સહતિના વિભાગો સાથે DRI ગાંધીધામમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક, વિજયસિંહ બિહોલાને પણ સન્માનીત કરાયા છે. આજે આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનીત કરાયા હતા. જેમાં ફાઇનાન્સ મીનીસ્ટર નિર્મલા સીતારમન તથા મહેસૂલ સચિવ તરુણ બજાજ, CBIC ચેરમેન, વિવેક જોહરી અને સભ્ય ઇન્વ.એસ.એચ.બલેશ કુમાર પણ હાજર રહ્યા હતા.
1985 થી કચ્છમાં નેટવર્ક મજબુત
DRI ગાંધીધામમાં ફરજ બજાવતા મદદનીશ નિયામક, વિજયસિંહ બિહોલા 1985 માં કચ્છમાં પોસ્ટીંગ થયા બાદ તેઓ લાંબો સમય કચ્છમાં રહ્યા છે. અને દેશ વિરોધી પ્રવૃતિ પર રોક લગાવવા માટે અધિકારી દ્વારા ઉભા કરાયેલા મજબુત નેટવર્કથી આવી પ્રવૃતિ અટકી છે. ખાસ કરીને 2018થી ફરી કચ્છમાં પોસ્ટીંગ મેળવી આવેલા વિજયસિંહ બિહોલાએ 2019માં કચ્છના જખૌ દરિયામાંથી ઝડપાયેલ 6 પાકિસ્તાની સાથેની અલમદીના બોટ તથા 200 કિ.લો થઈ ઉપરના કરોડોના ડ્રગ્સના કેસમાં મહત્વની ભુમીકા ભજવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિને અટકાવી હતી. જેની નોંધ લઇ તેમને સન્માનીત કરાયા હતા. તો આ ઉપરાંત પણ દેશને આર્થીક નુકશાન પહોંચાડતી પ્રવૃતિ પર રોક લગાવવા માટે વિજયસિંહ બિહોલા સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
દેશભરમાં આવી પ્રવૃતિ કરનાર અન્ય અધિકારીઓ પણ આ કાર્યક્રમમા સન્માનીત થયા હતા. જેમાં એન્ટી ડ્રગ્સ એક્ટીવીટી પકડવા માટે કાર્ય કરનાર અન્ય અધિકારીઓ પણ સન્માનીત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જખૌમાંથી ઝડપાયેલ કરોડોના ડ્રગ્સ સહિત મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ 21,000 કરોડના ડ્રગ્સ કેસમાં પણ DRI ની મહત્વની ભુમીકા રહી હતી. જેમાં મહત્વની કામગીરી કરનાર અધિકારી પણ આજે બેગ્લોરમાં સન્માનીત થતા વિભાગનો ઉત્સાહ વધ્યો હતો. કાર્યક્રમમા દેશભરના ફાઇનાન્સ મીનીસ્ટ્રી સાથે જોડાયેલા વિભાગો વર્ચ્યુઅલ જોડાયા હતા.
આ પણ વાંચો : કચ્છ : વેસ્ટમાંથી બેસ્ટ, રાપરના MBBS છાત્રએ નવરાશમાં બેટરી સંચાલીત કાર બનાવી નાંખી !
આ પણ વાંચો : બીમારીની હવાઃ રાજ્યના શહેરોની હવામાં 308 પ્રકારના કાર્બનિક પ્રદૂષકો, ગંભીર પ્રકારે કરે છે બીમાર