Surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, કોર્પોરેટર વિપુલ મોવલિયાના સમર્થનમાં સંગઠનમાંથી કાર્યકરોના રાજીનામા

સુરતમાં વોર્ડ નંબર 16ના AAPના નગરસેવક વિપુલ મોવાલિયા પાસે પાર્ટીએ ખુલાસો માગ્યો છે.. પાર્ટીમાંથી કાઢી કેમ ન મૂકવા તે માટે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમના પર ભાજપના ઈશારે પાર્ટીમાં ભંગાણની પ્રવૃત્તિનો આરોપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 4:17 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરત(Surat) આમ આદમી પાર્ટીમાં(AAP)માં જે ભંગાણ સર્જાયું છે તેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરત AAPમાં જે સ્થિતિનું નિર્માણ થયું ત્યાર બાદ એક પછી એક કોર્પોરેટર પક્ષને અલવીદા કહી રહ્યા છે. આ તરફ સુરત AAPના વોર્ડ ઉપપ્રમુખ અને સંગઠન મંત્રી ગૌરવ વધાસીયાએ કોર્પોરેટર વિપુલ મોવલિયાના(Vipul Movaliya)સમર્થનમાં રાજીનામા આપી  દીધું  છે. તેમનો આક્ષેપ છે કે AAP શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયાએ વિપુલ મોવલિયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે. જેના વિરોધમાં તેમણે રાજીનામા ધર્યું છે.

તો બીજી તરફ વોર્ડ નંબર 16ના AAPના નગરસેવક વિપુલ મોવાલિયા પાસે પાર્ટીએ ખુલાસો માગ્યો છે.. પાર્ટીમાંથી કાઢી કેમ ન મૂકવા તે માટે ખુલાસો માગવામાં આવ્યો છે. તેમના પર ભાજપના ઈશારે પાર્ટીમાં ભંગાણની પ્રવૃત્તિનો આરોપ છે.. તેઓ AAPના અન્ય લોકોને પણ લોભામણી ઓફર આપતા હોવાનો આરોપ છે.. તેમણે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપ પાસેથી પૈસા લઈને આપ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.. AAPના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાનો આક્ષેપ છે કે વિપુલ મોવલિયા વોર્ડ વિસ્તારમાં જનતાના કામો નહોતા કરતા.. પાર્ટીના કોઈપણ સૂચનોનું પાલન કરતા નથી.. અને પાર્ટીના સંગઠનમાં અસંતોષ ફેલાય તેવો જૂથવાદ કરવાનો પ્રયત્ન કરતા હતા..

આ તરફ સુરત AAPમાં જે ભંગાણ સર્જાયું છે તે પછી આપના કોર્પોરેટર્સ અને નેતાઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા.. જ્યાં વિપક્ષ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે શાસકપક્ષ તરફથી વિપક્ષને નબળો પાડવા માટે આ હથકંડા અજમાવી રહ્યું છે.

આ પણ  વાંચો : જામનગરઃ મનપામાં કર્મચારી અને અધિકારીઓની ઘટ, ખાલી જગ્યાઓમાં ભરતી કરવા વિપક્ષની માગ

આ પણ  વાંચો : ધંધુકા : અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધર્મસેનાના સંતોએ મૃતક કિશન ભરવાડના પરિજનોને સાંત્વના પાઠવી

Follow Us:
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
g clip-path="url(#clip0_868_265)">