કચ્છ : હવામાન વિભાગની 2 દિવસ ભારે ઠંડીની આગાહી વચ્ચે નલિયામાં 4.6 ડીગ્રી તાપમાન નોંધાયુ
Gujarat રાજ્યમાં આગામી બે દિવસ આકરી ઠંડીની (Extreme cold)હવામાન વિભાગે (Meteorological Department)આગાહી વ્યક્ત કરી છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની (Coldwave)આગાહી છે. (Kutch)કચ્છમાં ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કોલ્ડવેવની (Coldwave) સંભાવનાને પગલે તંત્રને સતર્ક રહેવા આદેશ અપાયા છે.
સમગ્ર ભારતમા ઠંડી પકડ જમાવી રહી છે. ખાસ કરીને ડીસેમ્બરના મધ્યમાં કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. તે વચ્ચે હવામાન વિભાગે ગુજરાત તથા ખાસ કરીને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરી હતી. ગઇકાલે રાત્રિથી જ ઠંડી અને પવનની અસર કચ્છમાં વર્તાઇ હતી. અને આજે પણ કચ્છમાં મહત્તમ શહેરોમાં ઠંડીનુ તાપમાન નીચું ગયું હતું. કચ્છનું કાશ્મીર ગણાતા નલિયામાં લધુત્તમ તાપમાનનો પારો 4.6 ડીગ્રીએ પહોંચ્યો હતો.
તો કચ્છના અન્ય શહેરોમાં પણ 12 ડીગ્રી અંદર તાપમાન રહ્યું હતું. જેની અસર જીનજીવન પર દેખાઇ હતી. ભુજનુ લઘુત્તમ તાપમાન 11 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે કંડલાનું 12 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે રાપર-તથા ખાવડાના રેતાડ વિસ્તારોમાં ઠંડીની અસર વર્તાઇ હતી. અને બજારમાં લોકોની ચહલપહલ ઓછી રહી હતી. વર્તમાન સિઝનનુ સૌથી નીચું તાપમાન આજે નલિયામાં નોધાયું હતું.
કાશ્મીરમાં થતી હિમવર્ષાની અસર સીધી કચ્છ અને ગુજરાતના શહેરોમાં વર્તાય છે તેવામાં હિમવર્ષા તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી એક સપ્તાહ સુધી હજુ પણ કચ્છમાં વર્તાશે. અને હજુ પણ નલિયા સહિતના શહેરનુ લઘુત્તમ તાપમાન નીચું જાય તેવી પુરી શક્યતા છે. ગઇકાલે જ કચ્છના વહીવટી તંત્રને આ અંગે સાબદા કરાયા હતા અને મહત્તમ લોકો સુધી આ માહિતી પહોચાડવા માટેના નિર્દેશ કરાયા હતા. ઠંડીના પગલે બજારોમાં લોકોની અવરજવર પણ ધટી હતી અને લોકો ઠંડીથી બચતા નઝરે પડ્યા હતા. કચ્છમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નલિયાનુ લધુત્તમ તાપમાન 2.5 ડીગ્રી પર પહોંચી ગયું હતું.
હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી
Gujarat રાજ્યમાં આગામી બે દિવસ આકરી ઠંડીની (Extreme cold)હવામાન વિભાગે (Meteorological Department)આગાહી વ્યક્ત કરી છે. કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની (Coldwave)આગાહી છે. (Kutch)કચ્છમાં ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કોલ્ડવેવની (Coldwave) સંભાવનાને પગલે તંત્રને સતર્ક રહેવા આદેશ અપાયા છે. કચ્છના તમામ મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત BJPના નેતાઓ ઉત્તરપ્રદેશ જવા રવાના, 165 નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં અપાઈ આ જવાબદારી