Kutch: ભુજમાં કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચુલો સળગાવી રસોઇ બનાવી મોંઘવારીના મુદ્દે વિરોધ દર્શાવ્યો
કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત કોગ્રેસના 60 જેટલા કાર્યક્રરોની ભાજપ કાર્યાલય વિરોધ માટે જવાનો પ્રયાસ કરાતા અટકાયત કરાઇ હતી. જો કે કોંગ્રેસે જણાવ્યુ છે કે આગામી દિવસોમાં હજુ પણ ભાવ નહી ઘટે તો કોંગ્રેસ આક્રમક વિરોધ સાથે રસ્તા પર ઉતરશે.
દેશભરમાં પેટ્રોલ- ડીઝલ, શાકભાજી, કઠોળ સહિતની ચીજ વસ્તુઓ કિંમતો બેકાબૂ બની રહી છે. મોંઘવારી (Inflation) રોજે રોજ વધી રહી છે. જેના કારણે સામાન્ય જનતા માટે હવે ઘર ચલાવવુ પણ અઘરુ થઇ રહ્યુ છે. ત્યારે ભાજપ સરકારના રાજમાં સતત મોંઘવારી વધતી જઇ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા 4 દિવસથી વિવિધ કાર્યક્રમો આપી કોંગ્રેસ મોંઘવારી મુદ્દે વિરોધ (Protest) પ્રદર્શન કરી રહી છે. કચ્છના ભૂજ (Bhuj) માં પણ દરેક વસ્તુઓના સતત વધી રહેલા ભાવોને લઇને કોંગ્રેસે આક્રમક રીતે વિરોધ દર્શાવ્યો અને સરકાર પાસે ભાવ ઘટાડાની માગ કરી હતી.ભૂજમાં કોંગ્રેસે સ્તા પર ચુલો સળગાવી રસોઇ બનાવી મોંઘવારીના મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. જો કે પોલિસે કોંગ્રેસના 60 કાર્યકરોની અટકાયત કરી હતી.
કોગ્રેસી મહિલાએ રસ્તા પર રસોઇ બનાવી
કચ્છમાં અલગ-અલગ તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા તબક્કાવાર વિરોધ પ્રદર્શન ચાલુ છે. જેમાં રાંધણગેસના બોટલ અને તેલના ડબ્બાઓ સાથે કોંગ્રેસ મોંઘવારીનો વિરોધ કરી રહી છે, ત્યારે આજે ભુજમાં જ્યુબલી ગ્રાઉન્ડ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા રાંધણગેસ સહિતની વસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ચુલા પર રસોઇ બનાવાઇ હતી. મહિલા કોંગ્રેસી આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગૃહિણીનુ બજેટ મોંઘવારીથી ખોરવાયુ છે અને આજે રોટલો અને મીંઠુ ખાઇને દિવસો પસાર કરવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે સરકાર જીવનજરૂરી અને ખાદ્ય-રાંધણગેસ સહિત વસ્તુઓના ભાવ ઘટાડે તો કોંગ્રેસી કાર્યક્રરોએ હાથમાં તેલના ડબ્બા તથા ગળામાં જેના ભાવો આસમાને છે તેવી શાકભાજી સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર પાસે વિવિધ વસ્તુઓમાં ભાવ નિંયત્રંણમાં લાવવા માગ કરી હતી.
કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત કોગ્રેસના 60 જેટલા કાર્યક્રરોની ભાજપ કાર્યાલય વિરોધ માટે જવાનો પ્રયાસ કરાતા અટકાયત કરાઇ હતી. જો કે કોંગ્રેસે જણાવ્યુ છે કે આગામી દિવસોમાં હજુ પણ ભાવ નહી ઘટે તો કોંગ્રેસ આક્રમક વિરોધ સાથે રસ્તા પર ઉતરશે. જીલ્લા અને તાલુકા કોંગ્રેસના કાર્યક્રરો મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા અને આવતીકાલે કચ્છના તમામ તાલુકા મથકો પર મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ વિરોધ નોંધાવશે.
આ પણ વાંચો-
વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
આ પણ વાંચો-