Kutch: પશુપાલકો માટે સારા સમાચાર સરહદ ડેરીએ ફરી દુધના ફેટના ભાવમાં 10નો વધારો કર્યો
કચ્છની સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું છે કે ઉનાળાની સિઝન તેમજ ઘાસચારાના થયેલ ભાવોમાં વધારાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો.
Kutch: એક તરફ રાજ્યમાં જ્યા પશુપાલકો સરકાર સામે નારાજ ચાલી રહ્યા છે. ત્યાં બીજી તરફ કચ્છમાં આજે પશુઓ માટે સારા સમાચાર આવ્યા છે. જે રીતે અમુલ સહિતની મોટી ડેરીઓ (Dairy) સતત દુધના (Milk) ભાવમા વધારો કરી રહ્યા છે. ત્યારે પશુપાલકો પણ તેને મળતા ભાવમાં (Price) વધારા માટે સતત માંગ કરી રહ્યુ છે. ત્યારે કચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ આજે કચ્છની 700 થી વધુ મંડળીઓના પશુપાલકોને લાભ મળે તેવી જાહેરાત કરી છે. અને દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કર્યો છે.
ઘાસની અછત અને ઉનાળાના દિવસો
કચ્છની સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું છે કે ઉનાળાની સિઝન તેમજ ઘાસચારાના થયેલ ભાવોમાં વધારાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો. સાથે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ અને કચ્છના સાંસદે પણ આ અંગે પશુપાલકો વતી રજુઆત પણ કરી હતી. આ બાબતને ધ્યાને લઇ નિર્ણય લેવાયો છે. હવેથી પશુપાલકોને બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવ મળતા થશે. જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 52 રૂપિયા મળતા થશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 70 પૈસા વધારો મળશે અને સરહદ ડેરીને દૈનિક 3 લાખ રૂપિયાનું ભારણ વધશે આ નવા ભાવો આગામી તારીખ 16/04/2022 થી લાગુ થશે.
દોઢ મહિનામાં બે વાર ભાવ વધ્યા
કચ્છ સરહદ ડેરી સતત પશુપાલકોના હિત માટે કામ કરી રહી છે. અને આજે દૈનીક 5 લાખ લીટર દુધ એકત્રીકરણ તરફ આગળ વધી રહ્યુ છે. ગત મહિને પણ પશુપાલકોની માંગ બાદ સરહદ ડેરીએ પ્રતિ લીટર 1.50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે હાલ ફરી જ્યારે પશુપાલકો માટે કપરો સમય છે ત્યારે સરહદ ડેરીએ ભાવ વધારો આપ્યો છે. આમ એકજ મહિનામાં 2.20 નો ભાવ વધારો પશુપાલકોને મળ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત ઘાસ-પાણીની તંગી અને દુધ ઉત્પાદન પણ ઓછું થવાથી પશુપાલકો માટે કપરો સમય થશે. જોકે સ્થાળતંર સાથે પશુપાલકોનું મનોબળ મજબુત કરવાના ઉદ્દેશથી સરહદ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. જેને પશુપાલકોએ પણ આવકાર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ચૂંટણીને લીધે સ્થગિત કરાયો: શકિતસિંહ ગોહિલ
આ પણ વાંચો : Valsad: વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરની વર્ષો જૂની માગ હજુ સંતોષાઈ નથી, શહેરમાં દરરોજ સર્જાય છે ટ્રાફિકની સમસ્યા