ગુજરાત પોલીસમાં ચિપાયો બઢતી-બદલીનો ગંજીફો, 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કયા પોલીસ અધિકારીની બઢતી અને ક્યા બદલી થઇ

કુલ 77 IPS અધિકારીઓની બઢતી અને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી છે. 20 અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે.

ગુજરાત પોલીસમાં ચિપાયો બઢતી-બદલીનો ગંજીફો, 77 IPS અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કયા પોલીસ અધિકારીની બઢતી અને ક્યા બદલી થઇ
Promotion and transfer of 77 IPS officers in Gujarat (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:56 PM

ખૂબ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. કુલ 77 IPS અધિકારીઓની બઢતી અને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી છે. 20 અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે. મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓની બદલી થવા અંગેની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. પરંતુ બદલી થઇ રહી ન હતી. અંતે ભુપેન્દ્ર પટેલની સરકારમાં  પહેલીવાર આ બદલીઓ કરવામાં આવી છે. અગાઉ વિધાનસભાનું સત્ર અને કોરોનાકાળને કારણે બદલી અને બઢતીઓ અટકી ગઇ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના કેસ પણ ઓછા થઇ ગયા છે. જેથી  77 આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતી અંતે જાહેર કરવામાં આવી છે.

ક્યા અધિકારીનું ક્યાં ટ્રાન્સફર કરાયું 

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
  • જયપાલ સિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP બન્યા
  • અક્ષયરાજ મકવાણા બનાસકાંઠાના SP બન્યા
  • હરેશ દુધાતને સુરેન્દ્રનગરના SP બનાવાયા
  • અચલ ત્યાગીને મહેસાણાના SP બનાવાયા
  • લીના પાટીલ ભરૂચના SP બન્યા
  • તરૂણ દુગ્ગલને ગાંધીનગરના SP બનાવાયા
  • સાબરકાંઠાના SP તરીકે વિશાલ વાઘેલા
  • શ્વેતા શ્રીમાળીને વેસ્ટર્ન રેલવે SP બનાવાયા
  • નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનટરિંગ સેલના SP બનાવાયા
  • દિપક મેઘાણીને રાજ્યપાલના ADC બનાવાયા
  • પ્રેસુખ ડેલુને જામનગરના SP બનાવાયા
  • મહેન્દ્ર બગડિયાને કચ્છ SP બનાવાયા
  • સુનીલ જોષીને અમદાવાદના SP બનાવાયા
  • હિતેષ જોયશરના સુરતના SP બનાવાયા
  • આર.વી.ચુડાસમાને SRPFના કમાન્ડર બનાવાયા
  • આર.ટી.સુસારાને સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના SPના બનાવાયા
  • સુજાતા મજમૂદારને કરાઈ એકેડમીના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવાયા
  • સુધીર દેસાઈને રાજકોટ સીટીના ડીસીપી બનાવાયા
  • બલરામ મીણાને દાહોદ SP બનાવાયા
  • ડૉ.કરણરાજ વાઘેલાને બોટાદના SP બનાવાયા
  • આર. વી ચુડાસમાની એસઆરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
  • આર. ટી સુશરાની DCP સુરત તરીકે બદલી
  • સુજાતા મજમુદારની  પોલીસ એકેડમીમાં બદલી
  • સુધીર દેસાઈની  રાજકોટ ઝોન 2 DCP તરીકે બદલી
  • બલરામ મીણાની  દાહોદ SP તરીકે બદલી
  • હિમકર સિંહની  અમરેલી SP તરીકે બદલી
  • રાહુલ ત્રિપાઠીની  મોરબી SP તરીકે બદલી
  • પ્રશાંત સુમ્બે નર્મદા જિલ્લા પોલી વડા બનાવાયા
  • રોહન આનંદને વડોદરા જિલ્લા SP બનાવાયા
  • મયુર ચાવડાને ઇન્ટેલિજન્સ વિભાગના વડા બનાવાયા
  • ઉષા રાડાની સુરત સીટીમાં DCP તરીકે નિયુક્તી
  • પાર્થરાજસિંહ ગોહીલને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
  • મયુર પાટીલને IBના SP બનાવાયા
  • રવિન્દ્ર પટેલને ભાવનગર જિલ્લા પોલીસ વડા બનાવાયા
  • શૈફાલી બરવાલને બઢતી સાથે સ્ટેટ ટ્રાફિકના SP બનાવાયા
  • નિતેશ પાંડેને દ્વારકા જિલ્લાના SP બનાવાયા
  • લવીના સિન્હાને અમદાવાદ ઝોન 1 ના DCP બનાવાયા
  • પન્ના મોમાયાને વડોદરામાં ઝોન 4ના DCP તરીકે બદલી
  • મંજિતા વણાઝારાને SRP ગ્રુપ-02માં કમાન્ડન્ટ તરીકે પોસ્ટિંગ અપાયું
  • અર્પિતા પટેલને સ્ટેટ ટ્રાફિકમાં પોસ્ટિંગ અપાયું
  • રૂપલ સોલંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચના DCP બનાવાયા
  • રાજેશ ગઢિયાને ખેડા જિલ્લાના SP બનાવાયા
  • વિજય પટેલ બન્યા પાટણ જિલ્લાના SP
  • તેજસ પટેલને સાબરમતી જેલના સુપરિટેન્ડેન્ટ બનાવાયા
  • મનોહરસિંહ જાડેજાની રાજકોટથી ગીર સોમનાથ ખાતે બદલી
  • મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ જિલ્લાના SP બન્યા

આ પણ વાંચો-

Navsari: સ્કૂલ વોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે પોસ્ટ કર્યો અશ્લીલ વીડિયો, સ્કૂલ સંચાલકોએ શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તૈયારી દર્શાવી

આ પણ વાંચો-

ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ, અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા

g clip-path="url(#clip0_868_265)">