Gujarat weather: શીતલહેરથી ગુજરાત થથર્યું, નલિયામાં પારો ગગડીને 2.4 ડિગ્રી તો ડીસા અને પાટણમાં  8.1 ડિગ્રી

હવામાન વિભાગના (IMD) મતે 48 કલાક બાદ રાજ્યમાં ઉત્તરના પહાડોમાંથી આવતા કાતિલ પવનોનું જોર ક્રમશ ઘટશે. જેના પગલે ગુજરાતમાં ઠંડીમાં રાહત મળશે અને તાપમાનનો પારો બેથી 4 ડિગ્રી સુધી વધ્યા પછી બે  દિવસ બાદ ઠંડા પવનોનું જોર ઘટવાની શકયતા છે. 

Gujarat weather: શીતલહેરથી ગુજરાત થથર્યું, નલિયામાં પારો ગગડીને 2.4 ડિગ્રી તો ડીસા અને પાટણમાં  8.1 ડિગ્રી
ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 12:19 PM

ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગત રાત્રે લઘુત્તમ તાપમાનનો પારો મોટા ભાગના શહેરોમાં ગગડ્યો હતો. રાત્રે પડેલા ઠાર અને પવનને કારણે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો  8 ડિગ્રી સુધી ગગડ્યો હતો.  ગત રાત્રેકચ્છના નલિયામાં 2.4 ડિગ્રી  લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 11.2 ડિગ્રી તથા ભાવનગરમાં 11. 4 ડિગ્રી અમદાવાદ 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો ભૂજમાં 8.7 ડિગ્રી તથા દમણમાં 13.6, ડીસામાં 7.8 ડિગ્રી, દીવમાં 10.8 ડિગ્રી તથા દ્વારકામાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી તથા  જૂનાગઢમાં 10. 3ડિગ્રી , કંડલામાં 10.9 ડિગ્રી, નલિયામાં 2.4 ડિગ્રી, ઓખામાં 18.9 ડિગ્રી, પાટણમાં 8.1 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, સુરતમાં 12 ડિગ્રી , વેરાવળમાં 13. 4  ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બે દિવસ બાદ ઠંડી ઘટવાની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે  ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કોલ્ડ વેવની અસર અનુભવાશે. સૌરાષ્ટ્રના પોરબંદર અને રાજકોટ તેમજ કચ્છમાં લોકોને આકરી ઠંડીનો અહેસાસ થશે, તો બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં હાડ થીજવતીઠંડી પડશે. જ્યારે કચ્છના નલિયા અને બનાસકાંઠાના લાખણીમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. બનાસકાંઠા, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં પણ બે દિવસ લોકોએ આકરી ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. હવામાન વિભાગના મતે 48 કલાક બાદ રાજ્યમાં ઉત્તરના પહાડોમાંથી આવતા કાતિલ પવનોનું જોર ક્રમશ ઘટશે. જેના પગલે ગુજરાતમાં ઠંડીમાં રાહત મળશે અને તાપમાનનો પારો બેથી 4 ડિગ્રી સુધી વધ્યા પછી બે  દિવસ બાદ ઠંડા પવનોનું જોર ઘટવાની શકયતા છે.

અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રમાણે રહ્યું તાપમાન

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી  તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી નોંધાયું હતું.  જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહેસાણામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 08 ડિગ્રી રહેશે. જ્યારે રાજકોટ  જિલ્લામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી નોંધાયું હતું.   જ્યારે સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 જેટલું નીચું તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 09 ડિગ્રી રજ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને વડોદરા મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને વલસાડમાં લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી  નોંધાયું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">