નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર

કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર
Kutch Narmada Water (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:25 PM

ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  રાજ્યના સરહદી જિલ્લા કચ્છ(Kutch) માટે નર્મદાના વધારાના(Narmada Water)  1  મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1 ના કામો માટે રૂપિયા 4369  કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ  337.97  કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4  લિંકનું આયોજન કરાયું છે.કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38  જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર કચ્છ શાખા નહેરની વર્તમાન કામગીરીને ધ્યાનમાં રાખીને ફેઝ-૧ અંતર્ગત ૪૩૬૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની વહીવટી મંજૂરી આપી છે. આ કામો હાથ ધરાવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ છ તાલુકાના ૭૭ ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે.

એટલું જ નહિ, અંદાજે બે લાખ ૮૧ હજાર એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે.નર્મદાના આ વધારાના પાણી જે ચાર લિન્ક મારફતે ૩૮ જેટલી નાની અને મધ્યમ સિંચાઇ યોજનાઓમાં પહોચાડવાના છે તે ચાર લિન્કમાં ૭ર.૪૬ કિ.મી ની સારણ લિન્ક, ૧૦૬.૦ર કિ.મીટરની સઘર્ન લિન્ક તથા ૧૦૭ કિ.મી ની નોર્ધન લિન્ક અને પર.પ૦ કિ. મીટરની હાઇ કન્ટુર સ્ટોરેજ લિન્કનો સમાવશે થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કચ્છના ઘણા ગામોમાં નર્મદાના પાણી ન પહોંચતા હોવાના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવવી પડતી હતી. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે કચ્છના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ નહીં નડે.

આ પણ  વાંચો : Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

આ પણ  વાંચો : Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">