Kutch : મધ્યાહન ભોજન યોજના ફરી શરૂ કરવા તંત્ર સજ્જ , 31 તારીખ સુધી સમગ્ર કચ્છમાં શરૂ કરાશે

|

Mar 29, 2022 | 7:24 PM

બે વર્ષથી બંધ યોજના ફરી શરૂ કરવાની તબક્કાવાર શરૂઆત કચ્છના તંત્રએ કરી છે. આજે વિવિધ રીતે મધ્યાહન ભોજન યોજનાને પ્રોત્સાહીત કરવા માટેના પ્રયત્નો કરાયા હતા. કચ્છના નાયબ કલેકટર કલ્પેશ કોરડીયાએ જણાવ્યું હતું કે 31 તારીખ સુધી કચ્છના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરી દેવાશે

Kutch : મધ્યાહન ભોજન યોજના ફરી શરૂ કરવા તંત્ર સજ્જ , 31 તારીખ સુધી સમગ્ર કચ્છમાં શરૂ કરાશે
Kutch Mid Day Meal In School Start

Follow us on

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શાળાઓ બંધ થતા શાળાઓ ખાતે ગુજરાતમાં (Gujarat) મધ્યાહન ભોજન(mid-day meal)  પણ 2020થી બંધ હતી. જો કે રાજ્યભરમાં બધુ રાબેતા મુજબ થતા મધ્યાહન ભોજન યોજના પણ શરૂ કરવા સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. અને તે અતર્ગત 31 તારીખ સુધી તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરવા આદેશ કરાયા છે ત્યારે કચ્છમાં(Kutch)  વહીવીટી તંત્ર તેના માટે સજ્જ બન્યુ છે. જેમાં આજે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવેલ છે.જે પૈકી આજરોજ ભીમરાવ નગર, પંચાયતી પ્રાથમિક શાળા નં.15 કોડકી રોડ, ભુજ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર અને નાયબ કલેક્ટર કલ્પેશ.સી.કોરડીયાની હાજરીમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા બાળકોને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અઠવાડીક મેનુ પ્રમાણે ભોજન પીરસાશે

વધુમાં 31 માર્ચથી થી સમગ્ર કચ્છ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ થશે જેમાં પી.એમ.પોષણ યોજના(મધ્યાહન ભોજન યોજના)  અંતર્ગત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અઠવાડીક મેનુ પ્રમાણે સોમવારે વેજીટેબલ ખીચડી/ ખારીભાત શાકભાજી/સુખડી, મંગળવારે ફાડા લાપસી અને શાક/મુઠીયા અને શાક/કઠોળ ચાટ, બુધવારે વેજીટેબલ પુલાવ મિક્ષદાળ/કઠોળ/ઉસળ, ગુરુવારે દાળ ઢોકળી/કઠોળ ચાટ, શુક્રવારે દાળ-ભાત/ મુઠિયા, શનિવારએ વેજીટેબલ પુલાવ/કઠોળ ચાટ બાળકોને પીરસવામાં આવશે

કુકીંગ સ્પર્ધા પણ યોજાઇ

મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળા નં.10 ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવી હતી .જેમાં પી.એમ.પોષણ યોજના(મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ 10 માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે અર્ચનાબેન સંજીવ મહેતા(ભીમરાવનગર પ્રાથમિક શાળા નં-15, ભુજ), દ્વિતીય ક્રમના વિજેતા જાદવ વૈશાલી રમેશ (કેન્દ્ર નં :-03 તાલુકા પ્રાથમિક શાળા, મુન્દ્રા) અને તૃતીય ક્રમના બીનાબેન મનજીભાઇ મકવાણા (કેન્દ્ર નં :- 62 ક્રિષ્નાનગર ચોબારી પ્રાથમિક શાળા, ભચાઉ) ને વિજેતા જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રથમ વિજેતાને રૂ.10,000 દ્વિતીય વિજેતાને રૂ. 5000 અને તૃતીય વિજેતાને રૂ.3000 ના ચેક તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

બે વર્ષથી બંધ યોજના ફરી શરૂ કરવાની તબક્કાવાર શરૂઆત કચ્છના તંત્રએ કરી છે. આજે વિવિધ રીતે મધ્યાહન ભોજન યોજનાને પ્રોત્સાહીત કરવા માટેના પ્રયત્નો કરાયા હતા. કચ્છના નાયબ કલેકટર કલ્પેશ કોરડીયાએ જણાવ્યું હતું કે 31 તારીખ સુધી કચ્છના તમામ મધ્યાહન ભોજન કેન્દ્રો શરૂ કરી દેવાશે

આ પણ વાંચો :  Ahmedabad : નકલી પોલીસ બની પહેલું જ વાહન રોક્યું અને બંને મિત્રો ઝડપાઇ ગયા

આ પણ વાંચો :  Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે

 

Published On - 7:22 pm, Tue, 29 March 22

Next Article