Kutch : મુન્દ્રા CHC સ્ટાફની પ્રશંસનીય કામગીરી, બિપરજોય લેન્ડફોલના રૌદ્ર સ્વરૂપ વચ્ચે પ્રસૂતાની કરાવી સફળ ડિલિવરી

મુન્દ્રા સીએચસી ખાતે એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. મધરાતે જ્યારે વાવાઝોડું જોર પર હતું ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જવા છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનું ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી.

Kutch : મુન્દ્રા CHC સ્ટાફની પ્રશંસનીય કામગીરી, બિપરજોય લેન્ડફોલના રૌદ્ર સ્વરૂપ વચ્ચે પ્રસૂતાની કરાવી સફળ ડિલિવરી
Mundra CHC Staff
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jun 16, 2023 | 3:43 PM

Kutch : બિપરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) ગુરૂવારે મધરાતે જ્યારે લેન્ડફોલ દરમિયાન કચ્છ (Kutch) ઉપર ત્રાટક્યું હતું. ત્યારે આ વિકટ અને ગંભીર પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીઓની સમગ્ર ટીમ તથા મેડિકલ ટીમ કાર્યરત રહીને કામગીરી કરી રહી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. મધરાતે જ્યારે વાવાઝોડું જોર પર હતું ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જવા છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનું ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. હાલમાં માતા અને બાળક બંને સુરક્ષિત છે.

અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાની સફળ ડિલિવરી

મળતી માહિતી અનુસાર મુન્દ્રા તાલુકાના લુણી ગામની 27 વર્ષીય ગીતાબેન શામજી ડુંગરિયાને રાત્રે 9.30 વાગ્યે પ્રસૂતિ પીડા ઉપડતા મુન્દ્રા સીએસસીમાં રહેલી ડોક્ટરોની ટીમે સારવાર શરૂ કરી હતી. પરંતુ આ સમય દરમિયાન વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા થતી હોવાથી ભારે પવન તેમજ ભારે વરસાદના કારણે ડિલિવરી દરમિયાન ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતા અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક બાળકીનો જન્મ થયો હતો.

આ પણ વાંચો Cyclone Biparjoy Video : કચ્છ જિલ્લાના માંડવીમાં વાહન વ્યવહાર ઠપ, સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો

જનરેટર બંધ થઈ જતા બેટરીના સહારે કરાયું ઓપરેશન

આ અંગે મુન્દ્રા સીએસસીના ડોક્ટર મંથન ફફલે જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ જોખમી હોવાથી સામાન્ય ડીલીવરી થઈ શકે એમ ન હતી. મહિલાની પ્રથમ પ્રસૂતિ હતી તેમજ લોહી ઓછું હોવાથી તેમને લોહીની એક બોટલ પણ ચડાવવાની ફરજ પડી હતી. વાવાઝોડાની સ્થિતિને કારણે ખાસ ડ્યુટી પર મુકાયેલા ગાયનેકોલોજિસ્ટ, સીએસસીમાં નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વાવાઝોડાને કારણે ભયંકર રીતે ફૂંકાતા પવન તેમજ ભારે વરસાદ વચ્ચે ચાલુ જનરેટર પણ શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતા બેટરીના સહારે મહિલાના ટાંકા લઈ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ આ સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">