Breaking News Cyclone Biporjoy : રાજ્યમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ આપવામાં આવી છે.

Breaking News Cyclone Biporjoy : રાજ્યમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 16, 2023 | 11:32 AM

Cyclone Biporjoy :  રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 40 કિમીની આસપાસ નોંધાવવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું 12 કિમીની ઝડપે આગળ વઘી રહ્યું છે. વાવાઝોડું હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Breaking News Cyclone Biporjoy : રાજ્યમાં આગામી 3 કલાક અતિભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ ઓલર્ટ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

રાજકોટમાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટમાં આજે સવારે 7થી 8 વાગ્યામાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં ગત રાતથી અત્યાર સુધીમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટમાં સવારથી જ ભારે પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શહેરના અલગ અલગ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના લુલુડી વોકળી, સિંદૂરીયા ખાણ પાસેની ઝૂપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા ભક્તિનગર પોલીસની ટીમે લોકોને સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત લોકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">