Breaking News Cyclone Biporjoy : વાવાઝોડાની અસર ને પગલે અમદાવાદના તમામ બાગ બગીચા બંધ

વાવાઝોડાની અસરને પગલે અમદાવાદના બાગ બગીચા બંધ રાખવામાં આવ્યુ છે. અમદાવાદમાં આજે પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટનાઓ થતી હોય છે.

Breaking News Cyclone Biporjoy : વાવાઝોડાની અસર ને પગલે અમદાવાદના તમામ બાગ બગીચા બંધ
gardens closed due
Follow Us:
| Updated on: Jun 16, 2023 | 9:33 AM

Cyclone Biporjoy : વાવાઝોડાની અસરને પગલે અમદાવાદના બાગ બગીચા બંધ રાખવામાં આવ્યુ છે. અમદાવાદમાં આજે પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટનાઓ થતી હોય છે. AMC દ્વારા અમદાવાદમાં તમામ બાગ બગીચા બંધ રાખવામાં આવ્યી છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

બિપરજોય વાવાઝોડાને પગલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ સાવચેતીના પગલારૂપે 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનોડ, અટલબ્રિજ અને કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિત અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રહેશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આજે અમદાવાદની શાળાઓ બંધ

આજે અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બંધ રહેશે. રાજ્ય પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયુ છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષકોને શાળામાં હાજર રહેવાનુ રહેશે

જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ મુજબ શાળાના સ્ટાફે શાળામાં હાજર રહેવાનુ રહેશે અને જરૂર પડે તો શેલ્ટર હોમમાં કામગીરીમાં સહકાર આપવા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્રને સૂચવે તે રીતે કામગીરી અને વહીવટીતંત્રને સંપૂર્ણ મદદગાર રહેવા જણાવાયુ છે

રાજ્યની મોટાભાગની શાળા કોલેજોમાં આવતીકાલની રજા જાહેર કરાઈ

રાજ્યની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. રાજકોટમાં પણ જિલ્લાની શાળા કોલેજોમાં એક દિવસની રજા લંબાવાઈ છે. આજે પણ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. આજે મધરાત્રે વાવાઝોડુ લેન્ડ ફોલ કરે તેવી શક્યતાને જોતા અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. વરસાદની સ્થિતને જોતા જિલ્લાની તમામ શાળા કોલેજમાં રજા લંબાવી દેવાઈ છે. આ તરફ જામનગરમાં પણ શાળા કોલેજમાં એક દિવસની રજા વધારી દેવાઈ છે. અતિ ભારે વરસાદની આગાહીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">