Kutch પોલીસને મળી મોટી સફળતા, આધુનિક સાધનો સાથે લૂંટને અંજામ આપે તે પૂર્વે 40 લાખની લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઇ
કચ્છના ગાંધીધામમાં થોડા દિવસ પૂર્વે પુર્ણીમાં આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કરી 40 લાખની લુંટ કરનાર ટોળકીનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં 98 CCTV તથા 7 જેટલી ટીમ બનાવી લુંટમાં સામેલ 3 શખ્સોને પુર્વ કચ્છ લોકલ ક્રાઇન બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
કચ્છના ગાંધીધામમાં થોડા દિવસ પૂર્વે પુર્ણીમાં આંગડીયા પેઢીના કર્મચારી પર ફાયરીંગ કરી 40 લાખની લૂંટ કરનાર ટોળકીનો ભેદ ઉકેલાઇ ગયો છે. જેમાં 98 CCTV તથા 7 જેટલી ટીમ બનાવી લૂંટમાં સામેલ 3 શખ્સોને પુર્વ કચ્છ લોકલ ક્રાઇન બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં લૂંટમાં સામેલ શખ્સોની ગાંધીધામમાંજ થયેલ 2018 ની 41 લાખની લૂંટ તથા રાજકોટની 19 લાખની આંગણીયા લૂંટમાં પણ સંડોવણી ખુલ્લી છે. લૂંટ
ચકચારી લૂંટના ગુનાનો ભેદ અંતે ઉકેલાઇ ગયો
ગાંધીધામમાં 28 જાન્યુઆરીના થયેલી ચકચારી લૂંટના ગુનાનો ભેદ અંતે ઉકેલાઇ ગયો છે અને કચ્છથી ભાવનગર અને ત્યાથી ગોવા પહોંચી ગયેલા 3 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. જેમા પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર 3 શખ્સોને ગોવાથી દબોચ્યા છે. ઝડપાયેલા આરોપીમાં છત્રપાલસિંહ હર્ષદસિંહ સોંલકી,મનુસિંહ ઉર્ફે અજમલસિંહ ઠાકોર,સુરજસિંહ કરણસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે 7 ટીમ બનાવી તપાસ દરમ્યાન તેમને ઝડપી તપાસ હાથ ધરી છે.
અન્ય લૂંટના ગુન્હાનો પણ ભેદ ઉકેલાયો
પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં છત્રપાલ સિંહે દિપક સિંગ તથા વિશાલ પટેલ સાથે મળી ગાંધીધામમાં 2018માં શક્તિનગર વિસ્તારમાં થયેલ 41 લાખની આંગડીયા લૂંટને અંજામ આપ્યો હતો. તો મનસિંહ સાથે મળી છત્રપાલ સિંહે 2022માં રાજકોટની આંગડીયા પેઢીના સંચાલક પાસેથી પણ 19 લાખની લૂંટનો ગુન્હો કબુલ્યો છે.
રેકી કરી લૂંટને અંજામ આપતા
છત્રપાલસિંહ જાડેજા એન્જીન્યરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. લૂંટને અંજામ આપવા માટે હથિયારો સાથે ડીઝીટલ રીતે પણ હાઇટેક બની તેઓ લૂંટ કરતા પોલીસની તપાસમાં સામે આવ્યુ છે. કે વેબ સીરીઝના પ્રભાવી લુંટના આરોપીઓ વોકીટોકીનો સહિતના આધુનીક સાધનો પણ વસાવ્યા હતા. જેથી લોકેશન ટ્રેસ ન થાય તો સાથે સોટગન તથા જામર મશીન પણ વસાવ્યુ હતુ જેથી ટ્રેક ન થઇ શકે
જેલમાં ભેગા થયા અને લૂંટનો પ્લાન બનાવ્યો
પોલીસની પ્રાથમીક પુછપરછમાં અગાઉ થયેલી લૂંટના ગુન્હામાં છત્રપાલસિંહ જ્યારે અન્ય ગુન્હામાં માનસિંહ જેલમાં સાથે હતા તેથી પરિચય બાદ તેઓ કચ્છમાં લૂંટના ગુન્હા માટે ભેગા થયા હતા અને પ્લાન કરી લૂંટના ગુન્હાને અંજામ આપ્યો હતો. સી.સી.ટી.વીની મદદથી વિવિધ ગુન્હાના ભેદ ઉકેલાયા છે. અને હજુ પણ એક બે કેસમાં તેમની સંડોવણીની શક્યતાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જે માટે તેના રીમાન્ડ મેળવાશે તેવ પુર્વ કચ્છ જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યુ હતુ. સાથે મકાન ભાડે આપતા અને અન્ય મહત્વની ઓફીસ ધરાવતા લોકોને સી.સી.ટી.વી ની નિયમીત ચકાસણી સાથે પોલીસને મદદરૂપ બનવા અપીલ કરી હતી.
3 મોટી લૂંટમાં ઝડપાયેલા શખ્સોની સંડોવણી ખુલ્લી છે
ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ આધુનીક ટેકનોલોજીની મદદથી અન્ય ગુનાને અંજામ આપવાની ફીરાકમાં હતા. આ તપાસ દરમ્યાન જામર મશીન તથા શોટગન અને વોકીટોકી,બાયનોક્યુલર સહિત 39.37લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની સાથે ધાતક હથિયારો પણ ઝડપાયા છે. જો કે 3 મોટી લૂંટમાં ઝડપાયેલા શખ્સોની સંડોવણી ખુલ્લી છે અને હજુ વધુ તપાસમાં અન્ય ગુન્હાના ભે્દ ઉકેલાવા સાથે વધુ શખ્સોની ધરપકડ પણ થઇ શકે છે તેવી પોલીસને આશા છે.
આ પણ વાંચો : Gujarati video: અમદાવાદ મનપાનું વર્ષ 2023-24 માટેનું રૂ. 9482 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત