Gujarati video: અમદાવાદ મનપાનું વર્ષ 2023-24 માટેનું રૂ. 9482 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત

આ બજેટમાં સૌથી મોટી બાબત એ છે કે નવી જંત્રી પ્રમાણેનો અમલ 3 વર્ષ સુધી અમલ થશે નહીં. ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે જ પ્રોપર્ટી ટેક્સ લેવમાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 4:35 PM

અમદાવાદ મહાનગર પાલિકાનું વર્ષ 2023-24 માટેનું રૂપિયા 9482 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. કુલ 1082 કરોડના વધારા સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યાછે. બજેટમાં શહેરમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાના નિકાલ માટે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે સાથે જ 10 વર્ષ બાદ બજેટમાં નવા કરવેરાનો ઉમેરો કરવામાં આવ્યો છે. બજેટમાં અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મળી મોટી રાહત મળી છે.

જંત્રીમાં 3 વર્ષની  રાહત

આ બજેટમાં સૌથી મોટી બાબત એ છે કે નવી જંત્રી પ્રમાણેનો અમલ 3 વર્ષ સુધી અમલ થશે નહીં. ત્રણ વર્ષ સુધી જૂની જંત્રી પ્રમાણે જ પ્રોપર્ટી ટેક્સ લેવમાં આવશે.

શહેરીજનોએ આપ્યા હતા ટેક્સમાં ઘટાડાના સૂચન

તેમાં અને શહેરીજનો પાસેથી બજેટ માટે જે સૂચનો કરવામાં આવ્યા હતા તેમના ટેક્સના સૂચન સામે શહેરીજનોને મોટી રાહત મળી છે. કમિશનરે સૂચવેલા દરોમાં બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રહેણાંક મિલકતો માટે દરમાં પણ ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટર રૂપિયા 16માં 7નો વધારો સૂચવાયો હતો.

બજેટમાં રહેણાંક મિલકતમાં દર 20 રૂપિયા કરાયો છે. કોમર્શિયલ મિલકત માટે પણ 3 રૂપિયા ઘટાડો કરાયો છે. પ્રતિ ચોરસ મીટરે 37 રૂપિયા સુચવાયા હતા હવે રૂપિયા 34 કરાયા છે. વાર્ષિક 5 ટકા લેટિંગ ચાર્જ ઘટાડી 3 ટકા કરાયા છે.

 

બીજીતરફ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12 ટકા ટેક્સ રિબેટ અને AMCની હદમાં નવા સમાયેલા વિસ્તારોને મિલકત વેરામાં રાહત અપાઈ છે. જ્યારે AMCની બિલ્ડિંગોમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલોના મિલકત વેરામાં 70 ટકા રિબેટ અને ટ્રસ્ટ સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટરના મિલકત વેરામાં 70 ટકા રિબેટની રાહત આપવામાં આવી છે..વેરાના દરમાં રાહત આપતા કોર્પોરેશન પર 146 કરોડ રૂપિયાનો બોજો પડશે.

તો બીજી તરફ છેલ્લા 20 વર્ષના બાકી રહેલા ટેક્સના વ્યાજમાં માફી અપાઈ છે.  લોકો વેરો ન ભરતા હોવાથી કોર્પોરેશને રૂપિયા 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યું છે. વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં વિશેષ રોડ માટે 250 કરોડની  જોગવાઈ છે. આ સિવાય દરેક ઝોનમાં કેટલાક સ્થળે વ્હાઈટ કોપિંગ રોડ બનાવવાનું આયોજન છે.

ઓલિમ્પિકના આયોજનને પગલે સરદાર પટેલ સ્ટેડિયમના નવિનીકરણ માટે 25 કરોડની જોગવાઈ છે. બીજીતરફ વાહનવેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે વસૂલાતા ચાર્જમાં કોઈ વધારો નથી કરાયો. જ્યારે મધ્યમ વર્ગના લોકો માટે વધુ 1500 LIG આવાસો બનાવાશે. શિક્ષણ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રૂપિયા 506 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">