BHUJ : સશસ્ત્ર સેના ધ્વજદિને ઉદાર હાથે ફાળો આપી બલિદાન આપનારા સૈનિકોના પરિવારોને મદદ કરવા અપીલ
Armed Forces Flag Day : સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત 7 ડિસેમ્બર 1949 ના કેન્દ્રીય મંત્રીની રક્ષા સમિતિ દ્વારા યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવી હતી.
KUTCH : દેશભરમાં 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિન (Armed Forces Flag Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. ના અધ્યક્ષ સ્થાને એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ-કર્મચારીઓ, શાળા, કોલેજોના પ્રિન્સીપાલો, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરે અપીલ કરી હતી.
તેમજ દેશ માટે બલિદાન આપનારા સૈનિકો માટે મદદરૂપ થવુ એ આપણા સૌની નૈતિક ફરજ ગણી મદદ માટે અપિલ કરાઇ હતી. મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી ભરતસિહ કે. ચાવડા દ્વારા જણાવાયુ હતુ કે ફાળાની રકમ “કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ” ભુજ (કચ્છ) , ખાતે ચેક ડ્રાફટ કે રોકડથી સ્વિકારવામાં આવે છે તેમજ વધુ વિગત માટે સૈનિક કલ્યાણ બોર્ડ ભુજ (કચ્છ) , ના ટે.નં . 02832-221085 પર પણ સંપર્ક કરી શકાશે.
સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત 7 ડિસેમ્બર 1949 ના કેન્દ્રીય મંત્રીની રક્ષા સમિતિ દ્વારા યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવેલ અને ત્યારથી દર વર્ષે તારીખ 7 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા સશસ્ત્ર સેના ધ્વજદિન બાબતે સેવારત સૈનિકો, શહીદનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને તેઓના પરિવારોના ઉત્કર્ષ અર્થે ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔધોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી, તથા દાતાઓ મદદ માટે આગળ આવે છે.
દેશ સેવાની ભાવના પ્રેરીત કરવા શૈક્ષણિક સંસ્થાઓને આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી વધુમાં વધુ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે મળેલ ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા શહિદ સૈનિકોના પરિવારજનો/આશ્રીતોને વિવિધ યોજના હેઠળ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.
આ પણ વાંચો : MUNDRA : વિશ્વ દિવ્યાંગ દિવસે અદાણી ફાઉન્ડેશની મદદથી 14 દિવ્યાંગો નોકરી મેળવી પગભર બન્યા
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું
📍Armed Forces Flag Day brings to the forefront our commitment to look after the families of martyrs who have sacrificed their lives for the nation.#ArmedForcesFlagDay #ArmedForces #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/it6BbeHXL9
— Ministry of Information & Broadcasting (@MIB_India) December 3, 2021