MUNDRA : વિશ્વ દિવ્યાંગ દિવસે અદાણી ફાઉન્ડેશની મદદથી 14 દિવ્યાંગો નોકરી મેળવી પગભર બન્યા
World Disability Day : આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે મુંદ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા કાયર્ક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે નવતર પ્રયાસના ભાગરૂપે દિવ્યાંગો ને સ્વનિર્ભર કરવાના પ્રયાસમાં દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
KUTCH : સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બર એ વિશ્વ વિક્લાંગ દિવસ તરીકે મનાવાય છે, આના ઇતિહાસ ઉપર નજર કરીએ તો, યુનાઇટેડ નેશન્સે જનરલ એસેમ્બ્લી રેઝોલ્યુશનમાં 1992માં આની જાહેરાત કરી હતી, જેનો ઉદેશ્ય તમામ ક્ષેત્રોમાં વિકલાંગોના અધિકારો અને ક્લ્યાણને પ્રોત્સાહન આપવાનો છે. તદઉપરાંત રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્ક્રુતિક જીવનનાં દરેક પાસામાં વિકલાંગ વ્યક્તિઓની પરિસ્થિતી વિશે જાગરૂતતા વધારવાનો રહ્યો છે. દર વર્ષે આજના દિવસે ઉજવાતા આ દિવસની આ વર્ષની થીમ “Leadership and Participation of Persons with Disabilities towards an inclusive ,accessible and sustainable Post Covid-19 world” છે.
આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે મુંદ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા કાયર્ક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથે નવતર પ્રયાસના ભાગરૂપે દિવ્યાંગો ને સ્વનિર્ભર કરવાના પ્રયાસમાં દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ દિવ્યાંગ દિવસે સામાન્યત સહાયતા તથા અભિવાદન સમારંભ કરવામાં આવતા હોય છે, પરંતુ આ કાર્યક્રમની ઉજવણી અનોખી રીતે કરતાં, દિવ્યાંગઓ માટે રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ફળશ્રુતિ સ્વરૂપે આજે ઘણા દિવ્યાંગો રોજગાર મેળવી સ્વનિર્ભર બન્યા હતા.
ફાઉન્ડેશન દ્રારા સરકારની વિવિધ યોજનાઓનો અત્યાર સુધી લાભ 455થી પણ વધુ લાભાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્યો છે. આ ઉપરાંત 35 દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે જાત-મહેનત દ્રારા આજિવિકા મેળવી શકે તે માટેનાં સઘન પ્રયત્નો અદાણી દ્રારા કરવામા આવ્યા છે. આ કાર્યક્રમ સાથે તાલુકા હેલ્થ ઓફીસ દ્વ્રારા દિવ્યાંગોના આયુષ્યમાન કાર્ડ અને જે દિવ્યાંગોને કોવીડ વેકસીન બાકી હતી તેમને વેકસીન આપવામાં આવી હતી.વિશ્વ દિવ્યાંગ દિવસે કોર્પોરેટ, સરકારી વિભાગ, દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓએ સાથે મળી તેમને પગભર કરવાના પ્રયાસો કર્યા હતા.
અદાણી પોર્ટસ અને એસ.ઇ,ઝેડ લીમીટેડનાં એક્સિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિત શાહ દ્વારા ઉપસ્થિત તમામ દિવ્યાંગોને અભિનંદન પત્ર આપવામાં આવ્યું હતા. તાલુકા હેલ્થ ઓફીસર એ અદાણી ફાઉન્ડેશનની દિવ્યાંગો માટેની કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું Gujarat, મહારાષ્ટ્રને પણ પાછળ રાખી દીધું