AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યભરમાં જુનિયર્સ ડોકટર્સ અનિશ્ચિત મુદતની હડતાળના પગલે સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાઇન લાગી

નવી સિવિલના જુનિયર ડોકટર્સ એસોસિએશને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા બાદ હડતાળ ખેંચી લીધી હતી પરંતુ ખાતરી આપ્યાના 4-5 દિવસ થયા બાદ પણ સુરતની સરકારી મેડિકલ કોલેજ સહિત દેશમાં પ્રથમ વર્ષની પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી.

રાજ્યભરમાં જુનિયર્સ ડોકટર્સ અનિશ્ચિત મુદતની હડતાળના પગલે સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓની લાઇન લાગી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 3:13 PM
Share

અમદાવાદ સહિત રાજ્યના જુનિયર ડોકટર્સ (Junior Doctors) અનિશ્ચિત મુદતની હડતાળ (Strike) પર ઉતર્યા છે. પડતર પ્રશ્નોને લઈ જુનિયર્સ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામયુ છે. હેલ્થ વિભાગ (Department of Health) ને અનેક વખત રજુઆત છતાં કોઈ પગલાં ના લેવાતા હડતાળ પાડી છે. જોકે હોસ્પિટલ (Hospital) માં ઈમરજન્સી, કોવિડ-19 અને આઈસીયુ વિભાગમાં રેસીડેન્ટ તબીબો સારવાર આપશે. તે સિવાય કોઈપણ વિભાગમાં તબીબો ફરજ પર રહેશે નહીં.

શા માટે હડતાળ પર ઊતર્યા જુનિયર તબીબો?

સુપ્રીમ કોર્ટમાં અનામતના મુદ્દે ચાલી રહેલી સુનાવણીને લઈને ભારતમાં મેડીકલ કોલેજોમાં પ્રથમ વર્ષની પોસ્ટ ગ્રેજયુએટ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. સરકાર દ્વારા જે સમય આપવામાં આવ્યો હોય તે સમયે કોઈ નિર્ણય ન આવતાં સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત રાજયના છ શહેરોમાં આજથી રેસીડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.

નવી સિવિલના જુનિયર ડોકટર્સ એસોસિએશને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને મળ્યા બાદ હડતાળ ખેંચી લીધી હતી પરંતુ ખાતરી આપ્યાના 4-5 દિવસ થયા બાદ પણ સુરતની સરકારી મેડિકલ કોલેજ સહિત દેશમાં પ્રથમ વર્ષની પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. મેડિકલ કોલેજોમાં નીટ- પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની માંગણી સાથે જુનિયર ડોકટરોના સંગઠનોએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

શું છે જુનિયર તબીબોની માગ?

જુનિયર્સ રેસિડેન્ટ ડોકટરોની માગ છે કે નીટ પીજીની પ્રવેશ પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે..પીજીની પ્રવેશ પ્રક્રિયા ન થતા 35 ટકા ડોકટરોની અછત છે, જેના કારણે જુનિયર્સ રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ ખુબજ વધી ગયું છે. તબીબોની માગ છે કે જ્યાં સુધી પીજીની પ્રવેશ પ્રક્રિયા ના થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર્સ ડોકટરોની ભરતી કરવામાં આવે. આ ઉપરાંત સિનિયર રેસિડેન્ટ શિપને બોન્ડેડ સમયગાળામાં ગણવા માગ કરી છે. સુપર સ્પેશિયાલિટી રેસિડેન્ટ ડોક્ટર માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવા માગ છે. બોન્ડેડ ડોકટરોની નિમણૂક અને કામની ફાળવણી સ્પેશિયાલિટી મુજબ કરવાની પણ જુનિયર તબીબોની માગ છે.

હડતાળના પગલે દર્દીઓને હાલાકી

રાજ્યના 1500થી વધારે જુનિયર્સ રેસિડેન્ટ ડોક્ટરોએ અનિશ્ચિત મુદતની હડતાળ પાડતા મુશ્કેલીઓ ઉભી થઇ છે. જુનિયર્સ ડોક્ટરો ઓપીડી સેવાથી દુર રહેતા અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. સારવાર માટે દર્દીઓને ચાર ચાર કલાક લાઈનમ ઉભા રહેવું પડે છે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું હતું કે નોન ક્લિનિકલ સ્ટાફને ઓપીડીમાં મુક્યા છે. ઓપીડી પર અસર ના પડે તેની વ્યવસ્થા કરી છે. જુનિયર્સ ડોક્ટરોના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવી જશે. સરકાર આ બાબતે પૉઝિટિવ છે.

Follow Us
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
પ્રધાનો અને ધારાસભ્યો ST બસમાં વિધાનસભા પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">