AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાટણમાં ખાનગી જીમમાં છ રાઉન્ડ ફાયરિંગ! બાઇક પર આવેલા બે શખ્સો ફરાર, જુઓ Video

પાટણના રોટલીયા હનુમાન વિસ્તારમાં આવેલા દેવ પ્લાઝા કોમ્પ્લેક્સના એક ખાનગી જીમમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ છ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયા હતા.

Breaking News : પાટણમાં ખાનગી જીમમાં છ રાઉન્ડ ફાયરિંગ! બાઇક પર આવેલા બે શખ્સો ફરાર, જુઓ Video
| Updated on: Nov 17, 2026 | 2:32 PM
Share

પાટણના રોટલીયા હનુમાન વિસ્તારમાં આવેલા દેવ પ્લાઝા કોમ્પ્લેક્સના એક ખાનગી જીમમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ જીમને નિશાન બનાવીને આશરે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા.

ફાયરિંગના અવાજથી ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને સ્થળ પરથી છ ખાલી કારતૂસ મળી આવ્યા હતા. SP, DySP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમની મદદથી ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જેથી હુમલામાં વપરાયેલા હથિયાર અને હુમલાખોરો વિશે વધુ માહિતી મળી શકે.

પ્રાથમિક તપાસમાં આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને હુમલાખોરોનો ઇરાદો હજુ સ્પષ્ટ થયો નથી. પોલીસ દ્વારા બાઇક પર આવેલા બંને અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જોકે આ મામલે મીડિયાને દૂર રાખવાના પ્રયાસો થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક સંવાદદાતા સુનીલ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના ગેંગવોરનું પરિણામ પણ હોઇ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે પાટણમાં ટૂંકા સમયગાળામાં આવી ગુનાહિત ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે અસામાજિક તત્વો અને ગુનેગાર ગેંગોમાં કાયદાનો ભય રહ્યો નથી. તેમણે પોલીસની કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા, જેમાં અગાઉ પણ પોલીસ અને આવી ગેંગો વચ્ચે કનેક્શન હોવાની આશંકાઓ સામે આવી હતી, જેના કારણે આવા તત્વોને બચાવવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

પાટણમાં ખાનગી જીમમાં થયેલી આ ફાયરિંગની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં સુરક્ષાને લઇને ગંભીર ચિંતા ઊભી કરી છે. પોલીસે ગુનેગારોને ઝડપી પાડીને કાયદાનું શાસન સ્થાપિત કરવાના પ્રયાસો વધુ તેજ કરવા પડશે જેથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પુનર્જીવિત થાય. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં નવા અપડેટ્સ સામે આવે તેવી શક્યતા છે.

શું વાયુ પ્રદૂષણ આંતરડાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">