જૂનાગઢ જિલ્લાનું પલાસવા ગામ કે જ્યાં 1980 પહેલા 1100 વીઘા જમીન ગૌચરની અનામત હતી, જેમાંથી આજે 2022 આવતા સુધીમાં એક પણ વીઘા જમીન ગૌચરની બચી નથી. આ જમીન ઉપર ભૂમાફિયા હવે પગપેસારો વધારી રહ્યા છે. વળી, જમીનમાંથી લાઇમ સ્ટોન કાઢીને ઊંડા ખાડાઓ કરી દીધા છે. જેથી અહીં ઘાસનું એક તણખલું ઊગે તેવી પરિસ્થિતિ નથી. જેને કારણે ગામમાં રહેલું ગૌધનને ચરાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે.
જૂનાગઢ જિલ્લા પ્લાસવા ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં પથ્થરોની ખાણોનો ખૂબ જ મોટો વ્યવસાય ચાલી રહ્યો છે, જેમાં લીઝ આપીને કામ ચાલી રહ્યાં છે. ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં ગેરકાયદે લીઝ પણ ચાલી રહી છે અને ખોદકામ કરી લાઇમ સ્ટોન કાઢવાની કામગીરી પણ ચાલતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે. ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે પલાસવા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ખુલ્લી કરવાનો સંકલ્પ લીધો અને આ અંગે કલેકટરને રજૂઆત કરી હતી. વળી, ભવિષ્યમાં પણ ગૌચરની જમીન પર જો કોઈ ભેલાણ કરશે તો, ઉગ્ર કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
એક તરફ સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવી છે ત્યારે બીજી તરફ ગૌચરની અને ગામની ખરાબાની જમીનમાં પગપેસારો કરી રહેલા ભૂમાફિયાએ કબજો જમાવી લીધો છે. ત્યારે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરે અને આ જમીનો ખુલ્લી કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.
આ પણ વાંચો-Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસના આરોપી મોહમ્મદ હુસેન મન્સૂરી સહિત ત્રણના જામીન મંજૂર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો