AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે પરિવારના એકના એક પુત્રનો ભોગ લેવાયો

કિશોર મઢડાથી દર્શન કરીને પરત આવતો હતો તે સમયે આ ઘટના બની હતી. નવયુવાનના મોતથી સમગ્ર પરિવાર અને વંથલી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાજ્યમાં વધુ એક વ્યક્તિનો રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ જીવ લીધો છે.

Junagadh: રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે પરિવારના એકના એક પુત્રનો ભોગ લેવાયો
જૂનાગઢના વંથલીમાં આખલાને કારણે એક કિશોરનું મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 6:34 PM
Share

જૂનાગઢ  (Junagadh) જિલ્લાના વંથલીમાં (Vanthli) આખલાની (bulls) અડફેટના કારણે એક 19 વર્ષીય કિશોરનું મોત થયું હતું. આ ર્દુઘટના વંથલી હાઇ વે ઉપર બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ કિશોર મઢડાથી દર્શન કરીને પરત આવતો હતો તે સમયે આ ઘટના બની હતી. નવયુવાનના મોતથી સમગ્ર પરિવાર અને વંથલી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પરિવારે સરકાર પાસે માંગણી કરી છે કે રખડતા ઢોર ઉપર સત્વરે કાબૂ મેળવવા આવે.

ગત રોજ વડોદરામાં રખડતા ઢોરે એકનો ભોગ લીધો, 1 ઇજાગ્રસ્ત

રાજ્યમાં વધુ એક વ્યક્તિનો રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ જીવ લીધો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી. રખડતા ઢોર અને તંત્રની ઘોર બેદરકારીના કારણે એક પરિવારે સહારો ગુમાવવાનો વારો આવ્યો છે.સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે જિગ્નેશ રાજપુત નામના વ્યક્તિ બાઈક લઈને જતા હતા, તે દરમિયાન ઢોરની અડફેટે આવ્યા હતા.રસ્તા પર દોડી આવેલા ઢોરની અડફેટે આવતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમનું મૃત્યું થયું. જોકે સૌથી મોટી વાત એ છે કે, આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટો પણ બંધ છે. લાઈટો બંધ હોવાના કારણે જિગ્નેશ રસ્તા પર દોડી આવેલા ઢોરને જોઈ શક્યા નહોતા.અને અકસ્માતનો ભોગ બન્યા હતા. હાલ તો આ સમગ્ર મામલે કેસ દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ પહેલી ઘટના નથી જ્યારે રખડતા ઢોરના કારણે કોઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય અવારનવાર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવી ઘટના બને છે. તેમ છતા તંત્રની ઊંઘ ઉડતી નથી એક તરફ પશુપાલકો પોતાના ઢોરને રખડતા મુકી દે છે. તો તંત્ર પણ નક્કર કામગીરી કરતું ન હોવાના કારણે આવી ઘટના બને છે.

રાજ્યના મોટા ભાગના શહેરોમાં  ઢોર યમદૂત બનીને ફરે છે

શહેરમાં ઠેર-ઠેર રખડતા ઢોર અને અને ખરાબ રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં પણ ખાસ કરીને નરોડા, કૃષ્ણનગર, મેઘાણીનગર, બાપુરનગર, સરસપુર, રબારીકોલોની અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધુ છે.. ગાયો રસ્તા વચ્ચે જ અડિંગો જમાવીને બેસી જાય છે.. વધારામાં રસ્તા પણ ખાડામાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોની મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે સામાન્ય  લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કોર્પોરેશન દાવા કરે છે કે રખડતા ઢોર (Stray cattle)ના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. જો કે આ દાવા પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">