Junagadh : GRD જવાન ભવનાથ દર્શને આવેલા વૃદ્ધ માટે બન્યો દેવદૂત, CPR સારવારથી વૃદ્ધનો બચાવ્યો જીવ, જુઓ Video

|

Aug 20, 2023 | 7:37 PM

મહારાષ્ટ્રથી જુનાગઢ ગિરનાર ભવનાથ ખાતે પ્રવાસમાં આવેલા વૃદ્ધને હાર્ટ એટેક આવતા ભવનાથમાં ફરજ પરના જીઆરડી જવાને સીપીઆર આપી તેમની જિંદગી બચાવી હતી. 

Junagadh : GRD જવાન ભવનાથ દર્શને આવેલા વૃદ્ધ માટે બન્યો દેવદૂત, CPR સારવારથી વૃદ્ધનો બચાવ્યો જીવ, જુઓ Video

Follow us on

થોડા દિવસો પહેલા જ ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી કર્મચારી અને જીઆરડી જવાન તેમજ હોમગાર્ડ જવાનોને કોઈપણ વ્યક્તિને આકસ્મિક હાર્ટ એટેક આવે ત્યારે પ્રાથમિક સારવાર આપી શકાય તે હેતુથી સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આજે ભવનાથ ખાતે ફરવા આવેલાં એક વૃદ્ધની જિંદગી બચાવી સરકારે આપેલી તાલીમને સાર્થક કરી છે. બનાવની વિગતે વાત કરવામાં આવે તો જુનાગઢ ભવનાથ ખાતે ફરજ બજાવતા જી.આર.ડી જવાન મનુભાઈ હમીરભાઈ મકવાણા ભવનાથ રોપે ગીત ખાતે પોતાની ફરજમાં હાજર હતા.

ફરજ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના પુણા જિલ્લાના મુસરી ગામમાં દિલીપભાઈ કોંઢેને ઉં.55 પોતાના પત્ની નિર્મલાબેન સાથે ભવનાથ ખાતે દર્શનાથી આવેલા હતા ત્યારે સવારના 10:00 વાગ્યા ના સમયે ગિરનાર પર્વત પર માં અંબાજીના દર્શન કરી પરત ફરતા હતા તે સમયે રૂપે ગીત નજીક અચાનક જ દિલીપભાઈ કોંઢેને હાર્ટ એટેક આવતા તે નીચે જડી પડ્યા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ત્યારે આ ઘટના બનતા દિલીપભાઈ ના પત્ની નિર્મલાબેન એકદમ ગભરાઈ ગયા હતા અને આસપાસ ના લોકો પાસેથી મદદની પોકાર કરી હતી ત્યારે રોપ-વેના ગેટ પાસે ફરજ બજાવતા જીઆઇડી જવાન મનુભાઈ હમીરભાઇ મકવાણા એ તાત્કાલિક દિલીપભાઈ પાસે ગયા ત્યારે દિલીપભાઈ બેભાન હાલતમાં હતા અને તેની શ્વાસોશ્વાસની ક્રિયા ધીમી પડી હતી ત્યારે જી.આર.ડી જવાન મનુભાઈ હમીરભાઇ મકવાણા એ આ વૃદ્ધને સિપીઆર આપવાનું શરૂ કર્યું હતું.

થોડી જ વારમાં દિલીપભાઈ ધ્યાનમાં આવ્યા હતા અને તેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસી દિલીપભાઈ કોંઢે અને તેમના પરિવારે ભવનાથ ખાતે ફરજ બજાવતા જી.આર.ડી જવાન મનુભાઈ મકવાણા નો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આજે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને હજી જવાને સાબિત કરી બતાવ્યું છે અને તેના કારણે અમારા પરિવારની એક મહામૂલી જિંદગી બચી છે તમે જુનાગઢ પોલીસના આભારી છીએ અને આવા જ પોલીસ જવાનો બધે હોવા જોઈએ.

મનજીભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે સવારના 9 વાગ્યાના સમયે એક મહારાષ્ટ્ર જિલ્લાનનો એક પરિવાર જ્યારે અંબાજી માતાજીના દર્શન કરી સીડી પરથી નીચે ઉતરતા હતો ત્યારે મહારાષ્ટ્રના એક પરિવારના દિલીપભાઈ કોંઢે નામના 55 વર્ષના વૃદ્ધ જમીન પર નીચે પડી જવાથી તેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવું લાગ્યું હતું.

ત્યારે મનજીભાઈ મકવાણાના સાથી જી.આર.ડી મિત્ર દ્વારા મનજીભાઈ ને બોલાવવામાં આવ્યા હતા અને આ ઘટનાથી લોકો એકઠા થઈ ગયા હતા ત્યારે દિલીપભાઈ કોંઢેના પત્ની નિર્મલાબેન આઘાતમાં ગભરાઈ રડવા લાગ્યા ગયા હતા તે સમયે જી.આર.ડી જવાન મનજીભાઈ મકવાણા એ દિલીપભાઈ ના પત્નીને કહ્યું હતું કે મેં આપદા મિત્ર સીપીઆરની તાલીમ લીધેલી છે હું સીપીઆર સારવાર આપી શકું ? ત્યારે તેમના પત્નીએ તેમને હા કહેતા મનજીભાઈ મકવાણા એ દિલીપભાઈને સીપીઆર સારવાર આપી હતી અને છાતીમાં પંપીંગ શરૂ કરતા થોડીવારમાં દિલીપભાઈ ભાનમાં આવ્યા હતા અને તેમને 108 મારફત સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જીઆરડી જવાન મનજીભાઈ મકવાણા જણાવ્યું હતું કે અમને આપદા મિત્ર સીપીઆર તાલીમમાં 29 વખત ગણતરી કરી છાતી પર બંને હાથોથી પંપીંગ આપવાનું હોય છે. અને ત્યારબાદ દર્દીને મોઢેથી શ્વાસ આપવાનો હોય છે. અને આવું ત્રણ વાર કરવાનું હોય છે અને ત્યારબાદ ગળા પરની નસ ને તપાસવાની હોય છે અને જો શરૂ હોય તો આ સારવાર આપી શકાય છે.

આ પણ વાંચો : Junagadh: પોલીસ કર્મીના રહસ્યમય મોતનો મામલો, HC એ પોરબંદર SP ને સુપરવિઝન કરવા આપ્યા નિર્દેશ, જુઓ Video

ભવનાથ પી.એસ.આઇ કે.બી લાલકા જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો ત્યારે જ સૌ પોલીસ આપને કીધેલું કે જુનાગઢ ભવનાથ ક્ષેત્રે યાત્રાળુઓથી ધમધમતું ક્ષેત્ર છે ત્યારે આકસ્મિક હાર્ટ એટેકના સમયે જે પોલીસ સ્ટાફ હોમગાર્ડસ કે જીઆરડી જવાનોએ સીપીઆર તાલીમ લીધી હોય તેઓએ લોકોની મદદ એ તૈયાર રહેવું જેને લઇ આજે અમારા દ્વારા જે આપદા મિત્રો સીપીઆર તાલીમ લીધેલી હતી જેને કારણે એક જિંદગી બચી છે અને તેનો મને ગર્વ છે.

(ઈનપુટ ક્રેડિટ – વિજયસિંહ પરમાર)

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article