Vadodara : MS યુનિવર્સિટીમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત, હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા સમયે ઢળી પડ્યો, જુઓ Video
MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પાટણના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોયઝ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો.
Vadodara : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના (Heart Attack) બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે.
MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પાટણના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોયઝ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેના મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. ઉપરાછાપરી બે એટેક આવવાને કારણે દીપનું મોત થયું હોવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે. અચાનક જ વિદ્યાર્થીના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
