Junagadh : AAP પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો, જાહેરનામાના ભંગની ફરિયાદ
Junagadh : આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party)ના નેતાઓ વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન (Mendarda police)માં ગુનો નોંધાયો છે.30 જૂનના રોજ પટેલ સમાજ ખાતે પૂર્વ મંજૂરી વગર એકત્રીત થઈ જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.
Junagadh : આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party)ના નેતાઓ વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન (Mendarda police)માં ગુનો નોંધાયો છે. ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, મહેશ સવાણી અને લલિત પટોડીયા સામે નોંધાયો ગુનો નોંધવામાં આવ્યો છે. 30 જૂનના રોજ પટેલ સમાજ ખાતે પૂર્વ મંજૂરી વગર એકત્રીત થઈ જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.
વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈ ઈશુદાન ગઢવી તેમજ સુરતના વેપારી મહેશ સવાણી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં જોડાયા છે.થોડા દિવસો પહેલા વિસાવદરના લેરિયા ગામે આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party) ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. ભેંસાણ સરપંચ ભુપત ભાયાણી અને 20 ગામોના સરપંચ આમ આદમી પાર્ટીમાં જોડાવવાના હતા. તેને લઈ ભાજપ દ્વારા હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.ઈસુદાન ગઢવી , મહેશ સવાણી સહિતના લોકોની ગાડીઓના કાફલા પર હુમલો થયો હતો.
હુમલામાં ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડીઓના કાચ પણ તુટી ગયા હતા. આ હુમલામાં ઈસુદાન ગઢવી, મહેશ સવાણી તેમજ પ્રવીણ રામનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party)ની જન સંવેદના યાત્રા હેઠળ 30 જૂનના રોજ પટેલ સમાજ ખાતે AAPના નેતાઓ અને કાર્યકરો પૂર્વ મંજૂરી વગર એકત્રિત થવાનો આરોપ લાગ્યો છે.