JUNAGADH : ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુ-સંતો આકર્ષણનું કેન્દ્ર , જાણો ધુણાનું શું છે મહત્વ ?

ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે

JUNAGADH : ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુ-સંતો આકર્ષણનું કેન્દ્ર , જાણો ધુણાનું શું છે મહત્વ ?
JUNAGADH: Center of Naga Sadhu-Santo attraction at Bhavnath's Mahashivaratri fair (ફાઇલ તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:00 AM

JUNAGADH :  મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે તો તે છે. નાગા સાધુ-સંતો દ્વારા બનાવવામાં આવતા ધુણાઓ. જનકલ્યાણ માટે સાધુ સંતો આ ધુણા લગાવે છે.ભવનાથના (Bhavnath) મહાશિવરાત્રીના મેળામાં (Mahashivaratri fair)દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે અને સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવવામાં આવે છે. માટી અને ઈંટો દ્વારા આ ધુણાઓ બનાવવામાં આવે છે.

ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે અને લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે. શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી અને ધુણાનું વિસર્જન કરવામાં આવે છે.

2700 વર્ષ પહેલા ત્યારે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ સનાતન ધર્મ ઉપર વધતું ગયું હતું અને રાજા-મહારાજાઓ લોકોને જોર જબરદસ્તીથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હતા. ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચારે દિશામાં અલગ-અલગ મઠોની સ્થાપના કરી હતી. અને સનાતન ધર્મના પ્રચાર માટે શસ્ત્ર અને શાસ્ત્ર અને હથિયાર બનાવ્યા હતા. જેવી રીતે કોઈ દેશ તેમની સુરક્ષા માટે સૈન્ય તૈયાર કરતું હોય છે તેવી જ રીતે સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્ય નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેનો ઉદ્દેશ્ય શિવ આરાધના અને સનાતન ધર્મની સ્થાપના કરવાનો હતો. નાગા સાધુઓને પહેરવા માટે કપડાની જરૂર નથી ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે તેવી ફોજ તૈયાર કરી અને સનાતન ધર્મ માટે નાગા સાધુઓએ બલિદાન આપ્યા છે. આવા સાધુઓ શિવરાત્રીના દિવસે શિવ આરાધના કરવા જુદા જુદા કરતબ કરે છે. આમ મહાશિવરાત્રીના મેળામાં ધુણા અને નાગા સાધુઓનું ખુબજ મહત્વ હોય છે અને તેમના વિના શિવરાત્રીનો મેળો પૂર્ણ થતો નથી.

આ પણ વાંચો : Mandi: અમરેલીની સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 2590 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : Surat : ચેમ્બર દ્વારા USA ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’માં તિરુપુરના 30 થી વધુ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ-એક્સપોર્ટર્સે ભાગ લીધો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">