AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JUNAGADH : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ, CM ના હસ્તે 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 2:04 PM
Share

Bhaktakavi Narasinha Mehta University : વર્ષ 2015માં સ્થાપના થયેલ BKNMUનો આ પ્રથમ પદવીદાન (Convocation)સમારોહ હતો. આ યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની162 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

JUNAGADH : આજે 21 જુલાઈએ જુનાગઢમાં આવેલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (Bhaktakavi Narasinha Mehta University)નો પદવીદાન સમરોહ યોજાયો હતો. વર્ષ 2015માં સ્થાપના થયેલ BKNMUનો આ પ્રથમ પદવીદાન (Convocation)સમારોહ હતો. આ યુનિવર્સિટીમાં જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની162 કોલેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આ પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM VIJAY RUPANI)ના હસ્તે યુનિવર્સિટીના 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત 30 હજાર વિદ્યાર્થીઓને વિવિધ ડીગ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જેમાં શ્રીરામ-વિશ્વામિત્ર, શ્રીકૃષ્ણ-સાંદીપની, સ્વામી વિવેકાનંદ અને નરસિંહ મહેતાને પણ યાદ કર્યા હતા.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આ પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યના પ્રધાનો વિભાવરીબેન દવે અને જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">