Junagadh: ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, પ્રાચીન વર્ષા વિજ્ઞાન શું કહે છે? જુઓ Video
જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષની પરંપરા મુજબ 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં સૌરાષ્ટ્રમાંથી 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા. ચોમાસામાં વરસાદ કેવો રહેશે તેને લઈને ચર્ચા કરાઇ હતી.
Junagadh: ગુજરાતમાં ચોમાસું (Monsoon) કેવું રહેશે તે જાણવાની એક પદ્ધતિ છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન. આ જ વિજ્ઞાનનો આધાર લઈને જૂનાગઢમાં એકત્ર થયેલા નિષ્ણાતો તેમજ આગાહીકારોએ ચોમાસાની સમીક્ષા કરી. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ ગુજરાતભરના ખેડૂતોની જેના પર નજર રહેતી હોય છે તે કાર્યક્રમ એટલે જૂનાગઢમાં યોજાતો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષની પરંપરા મુજબ 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા. આગાહીકારોએ કરેલા વરતારા મુજબ ચાલુ વર્ષે ચોમાસુ એકંદરે સામાન્ય રહેશે. ચોમાસામાં 50 દિવસથી વધુ વરસાદ પડશે. સાથે જૂનના ત્રીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાની વાવણી થઈ શકશે તો જુલાઈના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાની વાવણી થશે.
વર્ષા વિજ્ઞાનના તજજ્ઞોના જણાવ્યા મુજબ 12થી 21 જુલાઇ વચ્ચે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઇ શકે છે. જ્યારે કે ઓગસ્ટ મહિનાના બીજા સપ્તાહમાં હેલી થવાની પણ શક્યતા છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની ખેંચ રહેશે પરંતુ પાછોતરો વરસાદ સારો હોવાથી એકંદરે ચોમાસું સારું રહેશે તેવું જાણવાયુ છે.
આ પણ વાંચો : ગેરકાયદે મકાનો પર તંત્રની તવાઈ, રાજ્યમાં અનેક વિસ્તારમાં તોડી પડાયા જર્જરીત આવાસ
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વર્ષ 1993થી દર વર્ષે રાજ્યના વિવિધ આગાહીકારો દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે. જ્યારે ટેકનોલોજી નહોતી ત્યારે આપણા વડવાઓ વિવિધ અવલોકનોને આધારે જે પ્રકારે ચોમાસાની આગાહી કરતા એ જ પદ્ધતિથી આગાહીકારો વરતારો કાઢે છે. નિષ્ણાતોની મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હોવાથી આ પરિસંવાદના અંતે નીકળતું વરસાદનું તારણ ઘણું મહત્વનું બની રહે છે.
જુનાગઢ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો