AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: જનેતાના લોહીથી દીકરીએ રંગ્યા હાથ, મહિલાની કાતીલનો ચહેરો થયો બેનકાબ, દીકરી જ નીકળી સગી માતાની કાતીલ

Junagadh : જુનાગઢના ઈનનગર ગામમાં રવિવારે એક મહિલાની નિર્દયતાથી લોખંડના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. આ હત્યા પાછળ કોના લોહીવાળા હાથ રંગાયેલા છે તેનુ પગેરુ શોધવામાં પોલીસ લાગેલી હતી. પોલીસને જે કડી હાથ લાગી તે જાણીને થોડી પળો માટે તો પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે સગી દીકરીએ જ જનેતાને મોતને ઘાટ ઉતારી હતી.

Junagadh: જનેતાના લોહીથી દીકરીએ રંગ્યા હાથ, મહિલાની કાતીલનો ચહેરો થયો બેનકાબ, દીકરી જ નીકળી સગી માતાની કાતીલ
Ravi Patel
| Edited By: | Updated on: May 30, 2023 | 11:27 PM
Share

Junagadh : ઈવનગર ગામમાં રવિવારે દક્ષા બામણીયા નામની મહિલાની ક્રુરતાપૂર્વક હત્યાનો બનાવ સામે આવ્યો. ત્યારે પોલીસ આ હત્યા કોણે અને શા માટે કરી છે તેની તપાસમાં લાગેલી હતી. મહિલાની હત્યા મામલે તેમના પતિ ગોવિંદભાઈ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી મહિલાની લાશને પીએમ અર્થે મોકલી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસ (Police) ને મૃતક દક્ષાબેનની પુત્રી મીનાક્ષીની વર્તણુક પર શંકા ગઈ હતી. આથી પોલીસે મીનાક્ષીની ઉલટતપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મીનાક્ષી આડા-અવળા જવાબ આપતી હતી. જેથી પોલીસે થોડી કડકાઈથી પૂછતા મીનાક્ષીએ પોતાની માતાની હત્યા કર્યાનું કબુલ્યુ હતુ. પોલીસે માતાની હત્યાના આરોપસર પુત્રી મીનાક્ષીની ધરપકડ કરી.

દીકરી જ નીકળી માતાની કાતિલ !

માતાને મોતને ઘાટ ઉતારનાર મીનાક્ષીને પોલીસે પકડ્યા બાદ તેણે આખરે કેમ હત્યા કરી તેના વિશે પૂછપરછ કરવામાં આવી, તો મીનાક્ષીએ માતાની હત્યા કયા સંજોગોમાં અને કેમ કરી તે જણાવ્યું તો, સાંભળીને પોલીસ પણ બે ઘડી વિચાર કરતી રહી ગઈ. પોલીસના કહેવા મુજબ મીનાક્ષીને એક યુવક સાથે પ્રેમસંબંધ છે. મીનાક્ષીનો પ્રેમી તેના ઘરે મળવા આવતો હતો. આ પ્રેમસંબંધની જાણ મીનાક્ષીની માતાને થઈ ગઈ હતી. મીનાક્ષીને પ્રેમી સાથે અનેકવાર માતાએ પકડી હતી. તે બાબતે મીનાક્ષી અને માતા વચ્ચે અનેકવાર ઝઘડા પણ થતાં હતા. રવિવારની રાત્રે પણ મીનાક્ષીનો પ્રેમી મળવા આવ્યો હતો. જેથી ચાલાક યુવતીએ ઘર બહાર લાગેલા સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા. બીજી તરફ, પ્રેમી ઘરે આવેલો છે તેની જાણ માતાને થઈ ગઈ. માતાએ દીકરી મીનાક્ષીને પ્રેમી સાથે જોઈ લીધી. આ દરમિયાન, ગુસ્સામાં મીનાક્ષીએ લોખંડના ઉપરા-છાપરી 17 ઘા મારી માતાની હત્યા કરી નાંખી.

આ પણ વાંચો : Dahod: દાહોદમાં 2007થી વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસે અજમાવી અનોખી તરકીબ, વાંચો ડીજેના તાલે કેવી રીતે પકડાયો વોન્ટેડ

પ્રેમી માટે જનેતાના લોહીથી દીકરીએ રંગ્યા હાથ !

માતાની હત્યા કર્યા બાદ એ બીજા રૂમમાં ગઈ હતી. માતાની હત્યા બાદ લોહીવાળા મીનાક્ષીના પગલાં પણ જોવા મળી રહ્યા છે. જો કે માતાની હત્યા બાદ મીનાક્ષીએ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ઘરમાં બેઠી હતી. પરંતુ, પોલીસ સામે આરોપીની ચાલાકી ચાલી નહીં અને કતલનો પર્દાફાશ થઈ ગયો. પ્રેમસંબંધ માટે માતાની હત્યા કરનાર મીનાક્ષી હાલ જેલ હવાલે થઈ ગઈ છે. ત્યારે, આ હત્યામાં મીનાક્ષીના પ્રેમીનો કોઈ રોલ છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

જે જનેતાએ 9-9 મહિનાના અસહ્ય કષ્ટ વેઠી દીકરીને જન્મ આપ્યો, જે દીકરીનું માતાએ પ્રેમથી જતન કર્યુ એ જ જનેતાને મોતને ઘાટ ઉતારતા દીકરીએ બે સેકન્ડ માટે પણ ન વિચાર્યુ અને માતાનો ખેલ ખલાસ કરી દીધો. હાલ તો જનેતાની આ હત્યારી આ દીકરી પર ચોમેરથી ફિટકાર વરસી રહયો છે અને તેને કડક સજા થાય તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">