AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢના કેશોદમાં મેઘતાંડવ જેવી સ્થિતિ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા- Video

જુનાગઢના કેશોદમાં મેઘતાંડવ જેવી સ્થિતિ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા- Video

| Updated on: Jul 03, 2026 | 9:00 PM
Share

જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામા પડેલા ધોધમાર વરસાદથી નદી-નાળાઓ છલકાઈ ગયા છે. હાલ જિલ્લાભરમાં સાર્વત્રિક 1 થી 10 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જુનાગઢ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કર્યો છે. છેલ્લા 2 દિવસથી જુનાગઢના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્ય છે. કેશોદની વાત કરીએ તો કેશોદમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર જોવા મળી. ત્રીજા દિવસે એક સામટો 10 ઈંચ વરસાદ ખાબકી જતા નદી કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેશોદ- અજાબ સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા અવરજવર માટે બંધ કરાયો છે. તંત્ર દ્વારા પણ મુસાફરોને અજાબ રોડ પરથી પસાર ન થવા તાકીદ કરાઈ છે.

આ તરફ માળિયા હાટીના તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે પાણીના તેજ પ્રવાહમાં પુલ પર ST બસ ફસાઈ ગઈ હતી. વોકળા પરના બેઠા પૂલ પર ST બસ અધવચ્ચે જ અટકી ગઈ હતી. ત્યારે મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે ડ્રાઈવર, કંડક્ટર સહિત બસના તમામ મુસાફરોનું સલામત રેસક્યુ કરવામાં આવ્યુ હતુ. માળિયા હાટીના પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો બપોર બાદ ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓ બેકાંઠે થઈ છે.

જો ભારત ‘ગંદુ’ છે, તો PepsiCo ની પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ભારતનો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મભૂષણ’ કેમ સ્વીકાર્યો, પરત કરી દે …

 

Published on: Jul 03, 2026 08:34 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">