જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા, સી.આર. પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો .
કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar) આખરે ભાજપમાં જોડાયા છે. જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા છે. જયરાજસિંહ પરમારે ગાંધીનગરમાં સી.આર. પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આખરે કેસરિયા કરી લીધા છે. ગાંધીનગરના કમલમ પહોંચતા પહેલા જયરાજસિંહે શક્તિપ્રદર્શન કર્યુ હતુ. ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી જયરાજસિંહ પરમારે સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યાર બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.
જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે જયરાજસિંહ પરમારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભાજપમાં કોઈ અપેક્ષા સાથે નથી જોડાઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે તેઓ નેતા થવા આવ્યા છે પણ ધારાસભ્ય કે સાંસદ થવાની આશાએ નથી આવ્યા.
ટ્વિટ કરીને આપી હતી જાણકારી
થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ બે દિવસ પહેલા ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા, પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મત પોતાના પક્ષે કરવા માટે જયરાજસિંહને પોતાના પક્ષમાં ખેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો-
Rajkot: પાડોશમાં રહેતા યુવકે માસુમ બાળકીને લિફ્ટમાં માર્યો માર, CCTV ફુટેજના આધારે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
આ પણ વાંચો-