AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પાડોશમાં રહેતા યુવકે માસુમ બાળકીને લિફ્ટમાં માર્યો માર, CCTV ફુટેજના આધારે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

અગાઉ પણ માર મારવાની ઘટના 4 વખત બની હતી. જેથી બાળકીની માતાએ લિફ્ટના CCTV ફુટેજ ચેક કરાવ્યા હતા. જેમાં રવિની કરતૂત જોવા મળી હતી.. વારંવાર બાળકીને માર મારવાની ઘટનાથી ત્રસ્ત મહિલાએ આખરે પોલીસને જાણ કરી હતી.

Rajkot: પાડોશમાં રહેતા યુવકે માસુમ બાળકીને લિફ્ટમાં માર્યો માર, CCTV ફુટેજના આધારે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
Rajkot Police
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 9:22 AM
Share

રાજકોટ (Rajkot)માં માનવતા મરી પરવારી હોય તેવા એક ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં એક યુવક પાડોશમાં (Neighbor)રહેતી બાળકીને લિફ્ટ માર મારતો હોવાના CCTV સામે આવ્યા છે. પ્લેહાઉસમાં ભણતી બાળકીને માર મારતો હૈયુ હચમચી ઉઠે તેવો વીડિયો સામે આવ્યો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) યુવકની અટકાયત કરી છે.

4 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર

રાજકોટમાં માધાપર ચોકડી પાસે સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં 4 વર્ષની માસૂમ બાળકીને યુવકે સ્ટીલની બોટલથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. દીકરા સાથે પ્લેહાઉસમાં સાથે અભ્યાસ કરતી પાડોશી બાળકીને યુવકે માર માર્યાના CCTV પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં  લિફ્ટની અંદર પાડોશી યુવક માસૂમ બાળકીનો પગ દબાવી દે છે તેવા અને  ત્યારબાદ મોઢા પર સ્ટીલની બોટલ ફટકારે છે તેવા દ્રશ્યો કેદ થયા છે.

બાળકીએ માતાને ઘટના વર્ણવી

બાળકીની માતાની વાત માનીએ તો, તેની પુત્રી અને પાડોશી રવિનો પુત્ર રેલનગરની સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે. ક્યારેક પોતે તો ક્યારેક યુવક રવિ બંનેના બાળકોને શાળાએ મૂકીને આવે છે. ગત શનિવારે રવિ બંનેને લઈને આવ્યો હતો. જો કે બાળકી લિફ્ટમાંથી નીકળીને ઘરે પહોંચી હતી અને રડવા લાગી હતી. જે અંગે પૂછતાં બાળકીએ તેને માર માર્યો હોવાની ઘટના વર્ણવી હતી.

અગાઉ પણ માર મારવાની ઘટના 4 વખત બની હતી. જેથી બાળકીની માતાએ લિફ્ટના CCTV ફુટેજ ચેક કરાવ્યા હતા. જેમાં રવિની કરતૂત જોવા મળી હતી.. વારંવાર બાળકીને માર મારવાની ઘટનાથી ત્રસ્ત મહિલાએ આખરે પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રવિની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે માનસિક વિકૃતિમાં રવિએ આવું કૃત્ય આચર્યું છે.

આ પણ વાંચો-

અમદાવાદની વિદ્યાર્થિનીએ બનાવ્યુ અનોખુ વોટર પ્યોરીફાયર, ઇલેક્ટ્રીસટી વગર એક સેકન્ડમાં શુદ્ધ પાણી મળશે

આ પણ વાંચો-

JAMNAGAR : 18 વર્ષથી નાની ઉંમરના બાળકને મુશ્કેલીમાં જુઓ ત્યારે ડાયલ કરો 1098

g clip-path="url(#clip0_868_265)">