Dakor માં સોમવારે ઉજવાશે જન્માષ્ટમી પર્વ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો નાદ ગૂંજી ઉઠશે

|

Aug 29, 2021 | 10:07 PM

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા તા. ૩૦ ઓગસ્ટ,ર૦ર૧ને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઠાકોરજીના દર્શનનો સમય નકકી કરાયો છે. જેમાં સવારે ૬:૩૦ વાગ્યે નીજ મંદિર ખુલીને ૬:૪૫ મિનિટે મંગળા આરતી થશે

Dakor માં સોમવારે ઉજવાશે જન્માષ્ટમી પર્વ, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો નાદ ગૂંજી ઉઠશે
Janmashtami festival to be celebrated on Monday in Dakor (File Photo)

Follow us on

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોર(Dakor) માં સોમવારે જન્માષ્ટમી (Janmashtmi) પર્વ કોરોના ગાઈડલાઈન મુજબ યોજાશે. જેમાં ડાકોર મંદિર વહીવટી તંત્રએ જન્માષ્ટમી પર્વ ઉજવણી માટેની તૈયારીઓ હાથ ધરી છે.આ દરમ્યાન કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે અને ર૦૦ ભકતજનોને જ ક્રમાનુસાર મંદિરમાં દર્શન કરવાની સૂચના સાથે જન્માષ્ટમી પર્વ ઉજવણીની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા તા. ૩૦ ઓગસ્ટ,ર૦ર૧ને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઠાકોરજીના દર્શનનો સમય નકકી કરાયો છે. જેમાં સવારે ૬:૩૦ વાગ્યે નીજ મંદિર ખુલીને ૬:૪૫ મિનિટે મંગળા આરતી થશે. ત્યારબાદ રાજભોગ દર્શન થઇને અનુકુળતાએ ઠાકોરજી પોઢી જશે. ત્યારબાદ સાંજે ૪-૪પ કલાકે નિજ મંદિર ખુલીને પ વાગ્યે ઉત્થાપન આરતી થઇ શયનભોગ અને સુખડી ભોગ થઇને દર્શન ખુલ્લા રહેશે.

જ્યારે રાત્રે ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. સેવા થઈ મોટો મુગટ ધરી પ્રભુને પારણે બેસાડી આરતી કરવામાં આવશે. વહેલી સવારે ૪ થી ૫ વાગ્યાની આસપાસ મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે. આ કાર્યક્રમ દરમિયાન નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ડાકોર મંદિરમાં જન્માષ્ટમી પર્વની તૈયારીઓ

-યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં  સોમવારે  જન્માષ્ટમી પર્વ ઉજવાશે
-ટેમ્પલ કમિટી દ્વારા દર્શનનો સમય કરાયો જાહેર
-કોવિડ નિયમ પાલન સાથે 200 ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ અપાશે
-દરેક આરતીમાં ભાવિકોનો મંદિર પ્રવેશ બંધ રહેશે

-જન્માષ્ટમીના દિવસે દર્શનનો સમય

-સવારે 6:30 નિજ મંદિર ખુલી 6:45 મંગળા આરતી થશે
-જે બાદ નિત્ય ક્રમાનુસાર રાજભોગ બાદ બપોરે 12:30 પછી અનુકૂળતા મુજબ ઠાકોરજી પોઢી જશે
-4:45 વાગે નિજ મંદિર ખુલી 5:00 વાગે ઉત્થાપન આરતી થઈ નિત્ય ક્રમાનુસાર શયનભોગ અને સખડીભોગ થઈને દર્શન ખુલ્લા રહેશે
-રાત્રે 12:00 વાગે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે
-ત્યારબાદ સેવા થઈ મોટો મુગટ ધરી પારણે બિરાજશે
-આરતી થઈ વહેલી સવારે 4:00 થી 5:00 વાગ્યાના અરસામાં મહાભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે

ઉલ્લેખનીય છે  કે , કોરોનાના  લીધે  છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમી પર્વ ઉજવણીમાં ભાવિકજનો જોડાઇ શકયા ન હતા. જો કે આ વર્ષે શરતી મંજૂરી મળતા ભાવિકોમાં  ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો : JANMASHTAMI 2021: જન્માષ્ટમીના શુભ પ્રસંગે તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ જાણી લો

આ પણ વાંચો : Gayatri Mantra : બધી મનોકામના પૂરી કરશે ગાયત્રી મંત્ર, જાણો આ દિવ્ય મંત્ર સાથે જોડાયેલા ઉપાયો

Next Article