JANMASHTAMI 2021: જન્માષ્ટમીના શુભ પ્રસંગે તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ જાણી લો

જન્માષ્ટમીએ(JANMASHTAMI) ભગવાનના જન્મ પછી મધ્યરાત્રિએ જ પ્રસાદ લેવામાં આવે છે. એ જાણી લઈએ કે જન્માષ્ટમીના દિવસે કઈ ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, જે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે.

JANMASHTAMI 2021: જન્માષ્ટમીના શુભ પ્રસંગે તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ જાણી લો
Janmashtmi 2021

આમ તો જન્માષ્ટમી અને ભોજનનો અનોખો સંબંધ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના દૂધ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર કરવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે આ વાનગી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તે આખો દિવસ ઉપવાસ કર્યા પછી પેટને આરામ આપે છે. તહેવારની મધ્યરાત્રિ દરમિયાન ભગવાનને આ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. આ વાનગીઓ કઈ કઈ છે? આ રહી, જોઈ લો.

પંજરી – પંજીરીનો પ્રસાદ સુકાધાણામાંથી બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ઘણો સારો ગણાય છે, વળી તે શ્રીકૃષ્ણને પણ પ્રિય હોવાનું મનાય છે. તે ધાણાજીરૂ, બૂરુ ખાંડ, દેશી ઘી, કાજુ, બદામ, પિસ્તા અને સુકા મેવાથી બને છે. પંજરી ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ ક્ષેત્રમાં ખાસી લોકપ્રિય છે.

ખીર – દૂધ, સૂકા મેવા, ચોખા, સાબુદાણા અથવા મખાના સાથે આ ડેઝર્ટ બનાવાય છે. સ્વાદ માટે ઈલાયચી અને કેસરનો તેમાં ઉપયોગ થાય છે. સ્વાદિષ્ટ મનાતી ખીર ભગવાનના છપ્પન ભોગમાંથી એક મનાય છે.

માખણ- શ્રીકૃષ્ણનું અતિ પ્રિય એવા માખણનું નામ પડતાં ‘મૈં નહીં માખન ખાયો’ એ ભજન યાદ આવી જાય. માખણ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા સાથે જોડાયેલી યાદોને પણ ઉજાગર કરે છે..ઘરમાં આસાનીથી બનતા માખણમાં ખાંડ નાખી તેને પણ પ્રસાદ તરીકે ધરાવાય છે.

દૂધ સાથે મધ – દૂધ અને મધથી બનતું આ પવિત્ર મિશ્રણ ગ્રહણ કર્યા વગર જન્માષ્ટમી પૂજન અધૂરૂં છે એવું કહી શકાય. ભગવાન કૃષ્ણને ચઢાવી બાદમાં તે ભક્તોને વહેંચવામાં આવે છે.

ગોપાલકાલા – આ મશહૂર વ્યંજન પૌંવા, દહીં, નારિયલ, દહીં, ઘી, મીઠું, ખાંડ અને શેકેલા જીરૂથી બનાવાય છે..તમામ સામગ્રીઓને મેળવ્યા બાદ તેને લાડુનો આકાર આપવામાં આવે છે…મધ્યરાત્રિએ તે પણ ભગવાન કૃષ્ણને અર્પિત થાય છે.

મખાના પાગ – મખાના પાગ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ બનાવાતું એક વિશેષ વ્યંજન છે. તે મખાના, દૂધ, ઘી અને દળેલી ખાંડથી બને છે. ક્રિસ્પી એવી આ મીઠી ડિશ બાળકોને ખૂબ પસંદ આવે છે.

ચરણામૃત – ચરણામૃત મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણને સ્નાન કરવા ઉપયોગમાં લેવાય છે. તે તાજા દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ/ગોળ, તુલસીના પાનથી બને છે. અડધી રાત્રે અનુષ્ઠાન સમાપ્ત થયા પછી, આ ચરણામૃતને પ્રસાદ સ્વરૂપે ભક્તો વચ્ચે વહેંચાતો હોય છે.

રવા લડ્ડુ – આ પૌષ્ટિક લાડુ શેકેલા રવા, નારિયેળની છીણ, સુકા મેવા, ખાંડ અને ખૂબ બધા ઘીથી બનાવાય છે. એવું મનાય છે કે માખણ અને ઘી ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે.

સાબુદાણા ખીચડી – પલાળેલા સાબુદાણા, લીલા મરચા, સિંગદાણા, સિંધવ મીઠુ, ટામેટા અને ઘી સાથે હલકું ફૂલકું વ્યંજન છે. તે એક સ્વસ્થ નાસ્તો ગણાય છે. સાબુદાણા ખીચડી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે જે ઉપવાસ પછી તમને તરત ઉર્જા પ્રદાન કરે છે.

આ  પણ વાંચો : Janmashtami 2021: જન્માષ્ટમીના દિવસે તમે પણ ઉપવાસ કરો છો તો આ વાતને રાખો ધ્યાનમાં

આ પણ વાંચો : Janmashtami 2021: જન્માષ્ટમીના પાવન પર્વ સૌભાગ્ય મેળવવા તમારી રાશિ અનુસાર કરો પૂજા, જાણો વિધિ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati