Jamnagar : ભારતીય મહિલા ક્રિકેટમાં શહેરનો ડંકો, એક સાથે 7 કિશોરીઓની અન્ડર-19 ટીમમાં પસંદગી

|

Sep 10, 2021 | 4:03 PM

જામનગર ડિસ્ટ્રીકટની સાત કિશોરીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ( બીસીસીઆઈ) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુનામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. જામનગર ડિસ્ટ્રીકટ ટીમની સાત કિશોરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે.

Jamnagar : ભારતીય મહિલા ક્રિકેટમાં શહેરનો ડંકો, એક સાથે 7 કિશોરીઓની અન્ડર-19 ટીમમાં પસંદગી
Jamnagar's mane in Indian women's cricket, simultaneous selection of 7 girls in the under-19 team

Follow us on

ભારતીય ક્રિકેટ જગતમાં જામનગર શહેરે ડંકો વગાડયો છે. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટીમની સાત કિશોરીઓ એક સાથે અંડર-19ની ટીમમાં પસંદગી પામી છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયયેશનની ટીમમાં રમશે.

જામનગર ડિસ્ટ્રીકટની સાત કિશોરીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ( બીસીસીઆઈ) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુનામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. જામનગર ડિસ્ટ્રીકટ ટીમની સાત કિશોરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. જે આગામી 20 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે રમશે. જે રણજીત ટ્રોફી સમક્ષ વુમન્સ ટુર્નામેન્ટ રમાશે.
જામનગરની સાત વુમન્સ ક્રિકેટરમાં
1 માહિનુર ચૌહાણ,
2 અનુષ્ઠા ગોસ્વામી,
3 પ્રિતિકા ગૌસ્વામી,
4 શ્રુતિ જાડેજા,
5 ખુશી ભીંડી,
6 તહેસીન ચૌહાણ,
7 રાબિયા સમાની પસંદગી થયેલ છે.

જામનગર શહેરે ક્રિકેટના શરૂઆતથી હાલ સુધીમાં અનેક ક્રિકેટરો આપ્યા છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીથી હાલ રવિન્દ્ર જાડેજા સુધી અનેક ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાનમાં મેળવ્યુ છે. હવે આ રમતમાં મહિલા ખૈલાડીઓ પણ પાછળ નથી. જામનગરની એક સાથે સાત મહિલા ક્રિકેટ ખૈલાડીઓની પંસદગી થઈ છે. જે જામનગર માટે ગૌરવની વાત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જામનગરમાં અંદાજે 40થી વધુ બાળાઓ, કિશોરીઓ વુમન્સ ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે. જે અંદાજે સાત વર્ષથી વધુ દિવસના 6થી 8 કલાક પ્રેકટીસ કરીને આ સ્થાન મેળવ્યુ છે. વુમન્સ ક્રિકેટ ટીમમાં એક સાથે સાત ખૈલાડીઓ સ્થાન મેળવતા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન દ્રારા પસંદ થયેલ ખૈલાડીઓ શુભેચ્છા આપી આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન મેળવે તેવી ઈચ્છા વ્યકત કરી.

આ પણ વાંચો : Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું – સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન

આ પણ વાંચો : Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

Next Article