AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું – સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન

સાઉદી અરેબિયા(Saudi Arabia) તે દેશમાં સામેલ છે જેને 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં પ્રથમ તાલિબાન શાસન દરમિયાન સંગઠનને માન્યતા આપી હતી. સાઉદી અરેબિયા સિવાય સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું - સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 3:44 PM
Share

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબજો કર્યા બાદ ઘણા દેશોની ચિંતામાં વધારો થયો છે. તો ઘણા દેશોમાં ખુશી છવાઈ ગઈ છે. ચીન (China) બાદ હવે સાઉદી અરેબિયાએ (Saudi Arabia) અફઘાનિસ્તાનમાં તાલિબાન પર પહેલી પ્રતિક્રિયા આપી છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તેને આશા છે કે દેશમાં સરકાર યુદ્ધગ્રસ્ત દેશમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે, જેથી અફઘાનિસ્તાન હિંસા અને ઉગ્રવાદમાંથી બહાર આવી શકાય.

સાઉદી અરેબિયાનું માનવામાં આવે તો તેમનો દેશ અફઘાન નાગરિકોની પસંદગીને આવકારશે જે દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખશે. નાગરિકોની પસંદગીમાં કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપને દૂર રાખવું પ્રાથમિકતા રહેશે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઈદ દ્વારા અફઘાનિસ્તાનમાં નવી સરકારને લઈને પ્રતિક્રિયા આપી છે. પ્રિન્સ ફૈઝલ રિયાધમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં બોલતા હતા અને તેમણે અહીં ઘણી મહત્વની વાતો કહી છે. તેમણે કહ્યું કે સાઉદી અરેબિયાને આશા છે કે અફઘાનિસ્તાન હવે “સ્થિરતા અને સુરક્ષા પ્રાપ્ત કરવાની સાચી દિશામાં આગળ વધી રહ્યું છે”. આ સાથે જ તે હિંસા, ઉગ્રવાદને નકારીને ભાવિ સરકાર સાથે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે.

‘અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનો આદર કરો’ સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર તેમનો અફઘાનિસ્તાન સાર્વભૌમત્વનું સન્માન કરે છે. આ સાથે જ તે અફઘાન નાગરિકોને મદદ કરવાના વચન પર પણ અડગ છે અને મુશ્કેલ સમયમાં તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે. પ્રિન્સ ફૈઝલે ગયા મહિને કાબુલ એરપોર્ટ હુમલામાં માર્યા ગયેલા અફઘાન નાગરિકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાનના લોકોએ બહારના હસ્તક્ષેપ વગર તેમના ભવિષ્ય માટે પોતાનો વિકલ્પ પસંદ કરી લેવો જોઈએ.

પહેલા પણ તાલિબાનને માન્યતા આપી હતી સાઉદી અરેબિયા તે દેશ છે જેણે 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં પ્રથમ તાલિબાન શાસન દરમિયાન સંગઠનને માન્યતા આપી હતી. સાઉદી અરેબિયા સિવાય સંયુક્ત આરબ અમીરાત (UAE ) અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. હાલની સ્થિતિ એ છે કે તાલિબાને પશ્ચિમી દેશોને ઘણા કટ્ટરવાદીઓ અને વોન્ટેડ આતંકવાદીઓને કેબિનેટમાં ટોચના હોદ્દાઓ આપીને પડકારવાનું કામ કર્યું છે. તાલિબાન વતી હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીને દેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે.

અમેરિકન એજન્સી FBI સિવાય અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ પણ ઈનામ જાહેર કર્યું છે. સંગઠનના ડરથી તાલિબાને સત્તા સંભાળી ત્યારથી 1,24,000 થી વધુ વિદેશી અને અફઘાન નાગરિકો દેશ છોડી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ પહેલા 100 જેટલા અમેરિકન નાગરિકો અફઘાનિસ્તાનમાં હતા.

આ પણ વાંચો : કોરોનાને લઇને જો બાયડેનનો માસ્ટર પ્લાન, વેક્સિન નહી લેનાર લોકોની પણ કરી આલોચના

આ પણ વાંચો :JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">