Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

મુંબઈમાં એક પાડોશી યુવતીએ પ્રપોઝલ ઠુકરાવી દીધા બાદ યુવકે તેના ઘરે અશ્લીલ વસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું. આ ઘટના બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારે લાંબી જહેમત બાદ પોલીસ આરોપીને પકડવામાં સફળ થઈ છે.

Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 3:23 PM

Maharashtra : પાડોશી યુવતીએ પ્રોઝલ ફગાવી દીધા બાદ 26 વર્ષના યુવકે તેના ઘરે અશ્લીલ સામાન મોકલવાનું શરૂ કર્યું અને અશ્લીલ વેબસાઇટ્સ પર તેનો ફોન નંબર પણ અપલોડ કર્યો. બાદમાં યુવતીએ આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી. ત્યારે ભારે જહેમત બાદ મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કુણાલ અંગોલકર (Kunal Angolkar) નામના આરોપીએ કથિત રીતે મહિનાઓ સુધી ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા યુવતીના ઘરે અશ્લીલ વસ્તુઓ મોકલી હતી.

મળતી માહિતી અનુસાર, યુવતીએ પ્રપોઝલ (Proposal) ઠુકરાવ્યા બાદ અંગોલકર નામના યુવકે યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યુ હતુ. તેથી યુવતીએ ફેબ્રુઆરીમાં મલાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે IPC અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે સાયબર કેસ (Cyber Case) હોવાને કારણે તેને મુંબઈ પોલીસના સાયબર સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

કુરિયર કંપની તરફથી પોલીસને કોઈ માહિતી મળી નહિ 

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સાયબર સેલે સૌપ્રથમ પ્રોડક્ટ્સની ડિલિવરી (Online Delivery) માટે ઉપયોગમાં લેવાતી કુરિયર કંપની દ્વારા ગુનેગારનું સરનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીએ તેનું નામ કે સરનામું ક્યાંય આપ્યું ન હોવાથી, પોલીસને આ અંગે કોઈ માહિતી મળી નહી.

આરોપી સતત IP એડ્રેસ બદલી રહ્યો હતો

પોલીસે આરોપીઓને શોધવા માટે વીપીએન વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. જોકે, આરોપીએ જ્યારે પણ મહિલાના ઘરે અશ્લીલ સામાન મોકલ્યો ત્યારે કથિત રીતે તેનું આઈપી એડ્રેસ (IP Address) બદલી નાખતો. બાદમાં પોલીસે આ વિસ્તારમાં 500 થી વધુ સર્વિસ પ્રોવાઇડર્સની તપાસ કરી. છેવટે, તકનીકી તપાસની મદદથી સાયબર સેલે આરોપી કુણાલ અંગોલકરની ધરપકડ કરી.

પોલીસે (Mumbai Police) જણાવ્યું હતું કે,” આરોપીને પકડવા માટે ઘણો પ્રયત્ન કરવા પડ્યા હતા કારણ કે તે દર વખતે પોતાનું આઈપી એડ્રેસ બદલતો હતો.” હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત

આ પણ વાંચો:  Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">