Jamnagar : સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં 32 વર્ષીય મહિલા એસીડ પી લેતા મોત નિપજ્યુ છે. મહિલા એસીડ પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયુ હતુ. મહિલાએ જીવ ગુમાવ્યો બાદ મૃતકના સાસુ અને માતાએ અલગ-અલગ કારણો જણાવ્યો છે.
Jamnagar : જામનગરના સાધના કોલોની વિસ્તારમાં પરણિતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મૃતકના સાસુએ પોલીસના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. જયારે મૃતકના માતાએ સાસરીયા ત્રાસથી આ પગલુ ભર્યા હોવાની પોલીસને ફરીયાદ નોંધાવી છે. મહિલાએ આપઘાત કરતા જીવ ગુમાવ્યો બાદ મૃતકના સાસુ અને માતાએ અલગ-અલગ કારણો જણાવ્યો.
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં 32 વર્ષીય મહિલા એસીડ પી લેતા મોત નિપજ્યુ છે. મહિલા એસીડ પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે જીજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાનું મોત થયુ હતુ. ભારતી બીપીન ચાવડા નામની મહિલાનું મોત થતા તેની સાસુએ રામીબેને તેના આપઘાતનું કારણ જણાવતા પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. પોલીસ મહિલાના પતિને ત્રાસ આપતી હોવાથી મહિલાએ આપઘાત કર્યો.
મૃતક મહિલાની માતાએ સાસરીયાઓ વિરુદ્ધ કર્યા આક્ષેપ
જો કે બાદ મૃતક મહિલા ભારતીની માતા લખીબેન સાદીયાએ સાસરીયા સામે આક્ષેપ કર્યા છે. પોલીસ મૃતક મહિલાના માતાની ફરીયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની સાસુ અને તેના પતિ બીપીન ચાવડાએ આક્ષેપ કર્યા કે સીટી એ ડીવીજનની પોલીસના ચાર પોલીસ કર્મચારીએ બીપીનને શોધવા માટે પરેશાન કરે છે. તેથી બીપીનએ દવા પીને આપઘાત કરવાની ચીમકી આપી હતી. જેથી ઉશ્કેરાઈને તેની પત્નિએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું તેના સાસુએ આક્ષેપ કર્યા છે. પરંતુ બાદ મહિલાના માતાએ સાસરીયા સામે ફરીયાદ નોંધાવતા સાસરીયાની આક્ષેપ અંગે પણ ખુલાસો થયો.
સમગ્ર મામલે મૃતક મહિલા ભારતીના માતાએ પોલીસને ફરીયાદમાં જણાવ્યુ કે સાસરીયાઓ દ્રારા તેની પુત્રીને ત્રાસ આપતા હોવાથી તેને આપઘાત કર્યો છે. ભારતીના પતિ દ્રારા બે વીઘા જમીન તેના નામ કરવાની માંગણી કરવામાં આવી હતી. અવાર-નવાર પતિ-સાસુ, દિયર તેને ત્રાસ આપતા. ભારતી અગાઉ રીસામણી ઘરે આવી હતી. બાદ પતિએ બોલાવતા ફરી તેને સાસરે મોકલી હતી. પતિ સાથે અવાર-નવાર ઝગડો થતો. અને સાસરીયા તેને ત્રાસ દેતા હોવાનુ મૃતકની માતાએ પોલીસને જણાવ્યુ છે. જેની ફરીયાદને લઈને પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાસરીયા દ્રારા મહિલાને ત્રાસ આપતો હોવાથી મહિલાએ આપઘાત કર્યો હોવાનું માતાએ જણાવ્યુ છે, સાસરીયા દ્રારા પોતાના પર આરોપના લાગે તે માટે આપઘાતનુ કારણ પોલીસના ત્રાસનુ જણાવવામાં આવેલુ છે. સમગ્ર મામલે પોલીસે મૃતકના માતાની ફરીયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.