જામનગરમાં જલસો: મુકેશ અંબાણીના પૌત્રની બર્થ ડે પાર્ટીમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડીઓ, શાનદાર હશે ઉજવણી

Jamnagar: મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તો આ ઉજવણીમાં IPL ની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના દિગ્ગજો આવી પહોંચ્યા છે.

જામનગરમાં જલસો: મુકેશ અંબાણીના પૌત્રની બર્થ ડે પાર્ટીમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડીઓ, શાનદાર હશે ઉજવણી
IPL players in Jamnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 6:51 PM

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (MUKESH AMBANI)ના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસ (Prithvi Akash Ambani Birthday)ની ઉજવણીનો પ્રસંગ જામનગરમાં યોજાઈ રહ્યો છે. ત્યારે માહિતી પ્રમાણે મુકેશ અંબાણીના આ આયોજનમાં બોલિવૂડથી લઈને રમત જગતના (IPL Players) તમામ દિગ્ગજ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

તો જામનગર એરપોર્ટ પાર મુંબઇ ઇન્ડિયન્સના દિગ્ગજ ખેલાડીઓનું આગમન થઇ ગયું છે. કપ્તાન રોહીત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન જામનગર આવી પહોંચ્યા છે.

હાર્દિક પંડ્યા પરિવાર સાથે પહોંચ્યા જામનગર

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા અને દીકરા અગસ્ત્ય બર્થ ડે પાર્ટીમાં હાજર રહેવા જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો એક મોટો ચહેરો ગણવામાં આવે છે. જો કે આ વર્ષે ટીમે તેને રિલીઝ કરી દીધો છે. પરંતુ આ પાર્ટીમાં ખાસ આમંત્રણથી અંબાણી પરિવાર અને હાર્દિકના સંબંધો કેવા મજબુત છે એ જાહેર થાય છે.

ઝહિર ખાનનું આગમન

તો ઝહીર ખાન પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. ઝહિર હાલમાં મુબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝીનો ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશંસ છેે. તો ઝહિર ખાન સાથે તેની પત્ની સાગરિકા પણ પાર્ટી માટે આવ્યા છે.

રોહીત શર્માનો પરિવાર પણ આવી પહોંચ્યો

મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન અને અત્યંત લોકપ્રિય ખેલાડી રોહિત શર્મા પણ આ પાર્ટીમાં જોડાશે. રોહિત તેમની પત્ની રીતિકા અને દીકરી સમાયરા સાથે જામનગર આવી પહોચ્યા છે. એરપોર્ટ પર જોવા મળ્યું હતું કે રોહીતે પણ દીકરી સમાયરાને તેડેલી હતી.

આમંત્રણ સાથે મોકલવામાં આવ્યું સેફટી પ્રોટોકોલ

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસે જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 100 પંડિત પૃથ્વીને આશીર્વાદ આપવા પહોંચી રહ્યા છે. આ સિવાય બોલિવૂડમાંથી ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે, જ્યારે ક્રિકેટ જગતના સચિન તેંડુલકર પણ પરિવાર સાથે આ સેલિબ્રેશનમાં પહોંચશે. આમંત્રણની સાથે તમામ મહેમાનોને સેફટી પ્રોટોકોલનો પત્ર આપવામાં આવ્યો છે. સમારોહમાં આવનારા તમામ મહેમાનો માટે કોવિડનું ડબલ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર પહોંચવાના હતા મહેમાનો

સેફ્ટી પ્રોટોકોલ માટે જાહેર કરવામાં આવેલી નોંધમાં લખવામાં આવ્યું છે કે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી મુંબઈની બહારથી આવનારા તમામ મહેમાનોએ તેમનો દરરોજનો RTPCR ટેસ્ટ રિપોર્ટ શેર કરવો જરૂરી છે. આ ફક્ત તે મહેમાનો માટે છે જેઓ ખાનગી જેટ દ્વારા જામનગર પહોંચી રહ્યા છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 10 ડિસેમ્બરે મુંબઈથી જામનગરની ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ મહેમાનોને 11 ડિસેમ્બરે પરત ફરવાની ફ્લાઈટની સુવિધા આપવામાં આવશે. મહેમાનોને જામનગરના ગેસ્ટ હાઉસમાં સેલ્ફ કવોરન્ટાઇનની સુવિધા પણ મળશે.

પૃથ્વી માટે વિદેશથી આવશે રમકડાં

એક અહેવાલ મુજબ, આ પાર્ટી કવોરન્ટાઇન બાયો બબલમાં હશે. બાળકોને રમવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્લોકા અંબાણીએ પૃથ્વી માટે નેધરલેન્ડથી રમકડાં લાવ્યા છે, જ્યારે ઇટાલી અને થાઇલેન્ડના આંતરરાષ્ટ્રીય શેફ મહેમાનો માટે વાનગીઓ તૈયાર કરશે. એટલું જ નહીં, જામનગરના અનાથાશ્રમમાં ભેટ અને રમકડા મોકલવામાં આવશે તેવું સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય ગ્રામજનો અને અંબાણીના ફાર્મહાઉસમાં રહેતા લોકો માટે ભોજન મોકલવામાં આવશે.

આ પણ વાંચો: KUTCH : પ્રભારી સચિવ હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રસીકરણ તેમજ કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજાઇ !

આ પણ વાંચો: Gram Panchayat Election : બોટાદના ગઢડાનું ઘોઘાસમડી ગામ પ્રથમ વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત બન્યું

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">