AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: ભગવાન પરશુરામ જયંતિના પરશુરામ શોભાયાત્રાનું પ્રસ્થાન રમેશભાઈ ઓઝા કરાવશે, હાસ્ય કલાકાર સાંઈરામ દવેની ખાસ ઉપસ્થિતી રહેશે

પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણાહુતી થશે.

Jamnagar: ભગવાન પરશુરામ જયંતિના પરશુરામ શોભાયાત્રાનું પ્રસ્થાન રમેશભાઈ ઓઝા કરાવશે, હાસ્ય કલાકાર સાંઈરામ દવેની ખાસ ઉપસ્થિતી રહેશે
Parashuram Jayanti
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 02, 2022 | 6:24 PM
Share

જામનગર (Jamnagar) જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરિવાર દ્રારા આગામી તા. 3 મે 2022 મંગળવાર રોજ અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિ (Parashuram Jayanti) ના દિવસે ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 40 જેટલા ફલોટસ જોડાશે. જેમાં બેટી બચાવ સંદેશ સાથેનો ફલોટસ. 10 ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે 140 બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટસમાં પરીવાર સાથે જોડાશે. બ્રહ્મસમાજની મહિલાઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે.આ સાથે જ સણગારેલા, ઘોડા, ઉટગાડી, સણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત,મહાપુરૂષના ફલોટસ, ત્રણ ડીજે સાઉન્ડ સાથે રહેશે. શોભાયાત્રાના કન્વીર હિરેનભાઈ કનૈયા, સહકન્વીનર રૂપેશ કેવલિયા તથા કિશોરભાઈ ભટ્ટ, તેમજ યુવા ટીમ શોભાયાત્રામાં વધુ સારી રીતે પ્રસાર થાય અને વધુ લોકો જોડાય તે માટે સકિય છે.

પરશુરામ શોભાયાત્રા મંગળવારના સાંજે 5 કલાકે શ્રી બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી જાણીતા ભાઈશ્રી રમેશભાઈજી ઓઝા (Rameshbhai Ojha) દ્વારા પ્રસ્થાન કરાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર ભાઈશ્રી ઓઝાનુ સામૈયુ તથા સ્વાગત 11 કુમારીકા દ્રારા કરવામાં આવશે. શોભાયાત્રામાં જાણિતા હાસ્યકલાકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેશે.

પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રહ્મણોના ઈષ્ટદેવ પરશુરામજીની સોડસોપ્ચાર પુજા કાશીવિશ્વનાથ મંદિર ખાતે સવારે 9 વાગે થશે. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણાહુતી થશે. સેન્ટ્રલ બેન્ક પાસે ત્યાંના ભુદેવ મિત્ર મંડળ, બ્રહ્મસમાજ અને સ્થાનિક વેપારીઓ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. ગુજરાતી હાલારી સામવેદ ચર્તુવેદી મોઢબ્રાહ્મણ જ્ઞાતિ યુવા સોશિયલ ગ્રુપ દ્રારા માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત અને સરબત વિતરણ કરાશે. સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્રારા ચાંદી બજાર માંડવી ટાવર પાસે શોભાયાત્રાનુ સ્વાગત કરાશે.

ભુદેવ બીઝનેશ ગ્રુપ હિરેનભાઈ વરણવા તથા તેમની ટીમ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. પંજાબ નેશનલ બેન્ક પાસે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસંસ્થા તરફથી શોભાયાત્રાનુ સ્વાગત અને ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી સાથે યાત્રાને આવકારવામાં આવશે. તેમજ રાજય પુરોહીત બ્રાહ્મણ જ્ઞાતિ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરાશે, સાથે ધર્મપ્રેમી જનતા માટે સરબત વિતરણ કરાશે. ત્યાં બ્રહ્મસેના જામનગર ટીમ દ્રારા શોભાયાત્રાનુ સ્વાગત કરીને ફલોટસ આપવામાં આવશે. વંડાફળી મિત્ર મંડળ દ્રારા પંચેશ્વર ટાવર પાસે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી સાથે શોભાયાત્રાનુ સ્વાગત કરી મહાઆરતી કરી મહેમાનોનુ અભિવાદન કરાશે. .

ટાઉનહોલ ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે ધર્મસભા યોજાશે બાદ બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. પરશુરામ શોભાયાત્રામાં જીલ્લા થતા શહેરના સમસ્ત બ્રહ્મસમાજના ભુદેવ મોટી સંખ્યામાં જોડાશે. શહેરના વિવિધ ધટકો અને પેટાજ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહ સાથે જોડાશે. પરશુરામ શોભાયાત્રામાં સમસ્ત બ્રહ્મસમાજ અને ધર્મપ્રેમી જનતાએ જોડાવવા જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુએ અપીલ કરેલ છે. પરશુરામ શોભાયાત્રામાં બ્રાહ્મણો સાથે શહેરના અન્ય સમાજ,જ્ઞાતિ અને ધર્મના લોકો ઉત્સાહ સાથે સહભાગી બનશે.

જામનગર પરશુરામ શોભાયાત્રામાં આ વખતે અનેક વિશેષતાઓ જોવા મળશે.

  1. પરશુરામ ભગવાનનો ફલોટસ ખાસ ડેકોરેટીંગ અને લાઈટીંગ સાથે આકર્ષીત તૈયાર કરાશે.
  2. પાલખીમાં ભગવાન પરશુરામ બીરાજશે.
  3. એચ.એલ. સ્કેટીંગના સંચાલક નયન ત્રિવેદીની ટીમ દ્રારા બ્રહ્મસમાજના બાળકો, યુવાનો દ્રારા સ્ટેડીંગ સાથે જોડાશે.
  4. શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા બાદ કચરો ન રહે તે માટે આયોજક ટીમ દ્રારા ખાસ સફાઈ કામગીરી કરાશે. મહાનગર પાલિકાની ટીમનો સહયોગ રહેશે.
  5. વંડાફળી પંચેશ્વર ટાવર નજીક મહાદેવહર મિત્રમંડળના યુવાનો દ્રારા ભવ્ય આતશબાજી કરાશે.
  6. બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્રારા ખાસ પહેરવેશ સાથે રાસ રજુ કરશે.
  7. કુલ 10 ખુલ્લી બગી, ઉટગાડી, શરણગારેલ રથ, શોભાયાત્રામાં ખાસ આકર્ષણ કેન્દ્ર રહેશે.
  8. સ્ટેપ એન્ડ સ્ટાઈલ ડાંડીયા એકેડેમીના સંચાલક નિર્મલભાઈ દવે તેમજ તેમની ટીમ દ્રારા બાલાહનુમાન મંદિર પાસે અને દિપક ટોકીઝ પાસે બે વખત કૃતિ રજુ કરવામાં આવશે.
  9. કનૈયા દાંડીયાના સંચાલક નાનકભાઈ ત્રિવેદ અને તેમની ટીમ દ્રારા ચાંદી બજાર ખાતે દાંડીયા રાસનુ આકર્ષણનુ કેન્દ્ર બનશે.
  10. હિન્દુ –મુસ્લિમ કોમી એકતાના દર્શન થશે. દિપક ટોકીઝ મુસ્લિમ સમાજના અગ્રણી અલ્લુભાઈ પટેલ તેમજ ટીમ દ્રારા પરશુરામજીની શોભાયાત્રાનુ સ્વાગત કરાશે.
  11. કર્મકાંડી ભુદેવ સમિતી દ્રારા પરશુરામ ભગવાનનુ સોળસોપચાર પુજન કરાશે.

 

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">