ગુજરાતના જામનગર(Jamnagar)આઈટીઆઈમાં(ITI)બીજા વર્ષમાં તાલીમ લેતા પાંચ તાલીમાર્થીઓએ બે શિક્ષકોના માર્ગદર્શનથી ખાસ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં વીજ ઉપકરણોને( Electrical appliances) ચાલુ અને બંધ કરવા માટે સ્વીચનો ઉપયોગ થતો હોય છે. આઈટીઆઈમાં અભ્યાસ દરમિયાન એક પ્રોજેકટ તૈયાર કરવાનો હોય છે. બીજા વર્ષના તાલીમાર્થી નિલેશ પરમારને કંઈક અલગ જ પ્રોજેકટ કરવાનો વિચાર આવ્યો. અનેક વખત વાડી વિસ્તારમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ચાલીને દુર સુધી જવુ પડે છે. તેમજ ઉંચી ઈમારતોમાં કે એપાર્ટમેન્ટમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ઉપરથી નીચે સુધી જવું પડે છે. તેમજ મોટા કારખાના કે ગોડાઉનમાં એસી કે અન્ય ઉપકરણો ચાલુ બંધ કરવા માટે દુર જવુ પડે છે. આ માટે કોઈ એક જ સ્થળ પર બેસીને આ ઉપકરણોને કેમ ચાલુ ના કરી શકાય તેવા વિચાર સાથે નવો પ્રોજેકટ તૈયાર કર્યો. જેમાં અન્ય ચાર તાલીમાર્થીઓને મદદ લેવામાં આવી.
સ્વીચની સાથે સીમકાર્ડને કનેકટ કરીને તે સીમમાં ઓન ઓફનો મેસજ કરતા સાથે જોડાયેલ વીજઉપકણને ચાલુ કે બંધ કરી શકાય. આ પ્રોજેકટમાં નિલેશ પરમારની સાથે મહેશ ઠાકર, વિક્રમ તરાર, દિલીપ ભરવડીયા અને જેમીસ ગાઢેર સાથે મળીને આ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ઈશ્વર નકુમ અને દિવ્યેશ પરમાર બે અધ્યાપકોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
જેમાં પાંચ વિદ્યાર્થીઓએ પોતાની સુઝ, આવડત અને માર્ગદર્શનથી દોઢ માસની મહેનતથી આ મેસેજ વાળી સ્વીચ તૈયાર કરવામાં આવી છે. જેમાં અંદાજીત 5 હજારથી વધુનો ખર્ચ તાલીમાર્થીઓ પોતે ઉઠાવ્યો છે. પ્રોજેકટમાં વાયરમેન ટૂલ કિટ, કલીપઓન મીટર, મલ્ટીમીટર, પીવીસી ઈન્સ્યુલેટેટ 5 મીટર, આઈસીટીપી સ્વીચ, જીએસએમ મોડયુલર, નેનો એરડીનો, ચાર્જર, વાયર, સ્ટાટર, સીમકાર્ડ, સહીતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટનો અનેક વખત પ્રયોગ કર્યા બાદ તૈયાર અને સફળ થયો છે. જેમાં સીમકાર્ડ સ્વીચ સાથે કનેકટ કરે તે સીમકાર્ડના નંબર પર મેસેજ કરતા સ્વીચ ઓન ઓફ કરી શકાય છે. પ્રોજેકટ તૈયાર કરીને તેને ડ્રેમોસ્ટ્રેશન માટે રાખવામાં આવ્યો છે.
Published On - 5:03 pm, Sat, 17 September 22