જામનગરમાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ, પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે.
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા (Metropolitan Municipality) દ્રારા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી. જે બે સપ્તાહ સુધી ચાલશે. પકડાયેલ ઢોરને ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા હોય છે. જયાં ઢોરના મોત થતા દડીયા ગામના સરપંચે ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોર ખુલ્લા મુકવાની ચીમકી આપી છે.
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે. ઢોરને પકડવાની કામગીરી કરવામાં ઢોર માલિકા સાથે વિવાદ થતા હોય છે. ત્યારે રખડતા ઢોરને પકવા માટે પોલીસ સુરક્ષા સાથે કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બે સપ્તાહ સુધી કામગીરી ચાલશે. બે ટીમ દ્રારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.
શહેરમાં ઢોર રહે તો લોકો સુરક્ષિત નથી. અને ઢોર પકડીને ઢોરના ડબ્બામાં રાખવામાં આવે તો ઢોર સુરક્ષિત નથી. ઢોરના ડબ્બામાં દૈનિક 2 થી 4 ઢોરના મોત થાય છે. જયા સફાઈ, ખોરાક અને પશુને તબીબી સારવાર યોગ્ય રીતે ના મળતા પશુઓના મોત થતા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે માટે મહાનગર પાલિકા દ્રારા કામગીરી કરવાની માંગ કરી છે. જુલાઈ માસમાં કુલ 318 ઢોરને પકડવામાં આવ્યા. જુલાઈમાં કુલ 194 ઢોરના મોત ઢોરના ડબ્બામાં થયા છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 136 ઢોરને પકડવામાંં આવ્યા છે. ઢોરના ડબ્બામાં 15થી વધુ ઢોરના મોત થયા છે.
ઢોરના ડબ્બામાં દૈનિક થતા ઢોરના મોતથી દડીયા ગામના સરપંચે રાજુ લખીયરએ તંત્રને યોગ્ય કામગીરી કરવાની રજુઆત કરી છે. સાત દિવસમાં યોગ્ય પગલા નહી લેવાય તો ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોરને છોડાવી જવાની ચીમકી ઉચ્ચારી છે. મહાનગર પાલિકાનો ઢોરનો ડબ્બો દડીયામાં આવેલ છે. જયા દૈનિક ઢોરના મોત થતા ગ્રામજનોમાં તંત્રની કામગીરી સાથે રોષ છે. તેથી પશુઓના મોત ના થાય તેવી કામગીરી કરવાની માંગ સરપંચેે છે.
આ પણ વાંચો : અરે બાપરે ! મીની ટ્રાવેલ્સ બસમાં એકા એક ભભૂકી આગ, જુઓ Video
ઢોરના ડબ્બામાં પુરતી વ્યવસ્થા હોવાનુ અધિકારી જણાવે છે. જયારે પશુઓના મોત અંગે તેમના અન્ય કારણોથી મોત થતા હોવાનુ અધિકારી જણાવે છે. તબીબની સેવા અને પુરતા પ્રમાણમાં ખોરાકની વ્યવસ્થા ઢોરના ડબ્બામાં પશુઓ માટે કરવામાં આવે છે.