AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : વીરાંજલિ કાર્યક્રમ નિહાળવા જનમેદની ઉમટી, જામનગરવાસીઓ દેશ ભક્તિના રંગે રંગાયા

ગુજરાતભરમાં આ શો પ્રચલિત થતા ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા મલ્ટીમીડિયા શોનું અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ.

Jamnagar : વીરાંજલિ કાર્યક્રમ નિહાળવા જનમેદની ઉમટી, જામનગરવાસીઓ દેશ ભક્તિના રંગે રંગાયા
Viranjali event organized in Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 20, 2022 | 12:12 PM
Share

ગુજરાત(Gujarat)  સરકારના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરના (Jamnagar)આંગણે  દેશના વીર સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે યોજાયેલા વિરાંજલી કાર્યક્રમમાં (viranjali program)લોકોએ હેત વરસાવ્યું હતુ.  રાષ્ટ્ર ભક્તિ સભર આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહીને રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો.એક તબક્કે પ્રદર્શન ગ્રાઉન્ડ પણ ટૂંકુ પડયુ હતુ.મહત્વનું છે કે,કાર્યક્રમ શરુ થયાના એક કલાક પહેલાંથી જ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો.

જામનગરવાસીઓએ રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમ નિહાળ્યો

જો કે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને ડાન્સ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક તરફ ચાલી રહેલા મેળાની રાઇડો પણ ખોલીને તાબડતોબ જગ્યા ખુલ્લી કરાવી હતી.જ્યાં સ્ક્રીનના માધ્યમથી લોકોએ રાષ્ટ્રભક્તિ સભર કાર્યક્રમ નિહાળ્યો હતો.સમગ્ર વિરાંજલી કાર્યક્રમના લેખક અને દિગ્દર્શક સાઈરામ દવે (Sairam Dave) કે જેણે તિરંગા ધ્વજનું પાત્ર ભજવ્યું હતુ. શહીદ ભગતસિંહ સહિતના વોર સપૂતોની દેશ માટે કુરબાન થવાની લલકાર સમયે સમગ્ર પ્રદર્શન મેદાનમાંથી ઇન્કલાબ જિંદાબાદના પણ નારાઓ ગૂંજી ઉઠયા હતા.

શહીદોના બલીદાનનો કદર કરવાનો પ્રયાસ : સાંઇરામ દવે

ગુજરાત(Gujarat)  સરકારના  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ  દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  ગુજરાતના સૌથી મોટા મલ્ટી મીડિયા શૉ ‘વિરાંજલી’ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાંઇરામ દવેએ કાર્યક્રમ અંગે જણાવ્યુ કે, ગુજરાતના આ સૌથી મલ્ટીમીડિયા શો વીરાંજલિ કાર્યક્રમની છેલ્લી સાત મિનિટ આ શો નો આત્મા છે. આ શો સંપૂર્ણપણે દેશભકિતના રંગે રંગાયેલો છે. આ કોઇ પક્ષના પ્રચારનો કાર્યક્રમ નથી પરંતુ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર હજારો વીર શહીદોને નમન કરીને તેના દેશ પ્રેમની અને બલીદાનની કદર કરવાનો પ્રયાસ છે.

ગુજરાતભરમાં આ શો પ્રચલિત થયો

ગુજરાતનું ઘરેણું એવા લેખક- કવિ- શાયર- હાસ્ય કલાકાર અને રંગમંચના અભિનેતા એવા સાંઈરામ દવે સાથે સમગ્ર ગુજરાતના કલાકારોની પસંદગી માટેના ઓડિશન બાદ 100થી વધુ કલાકારોની ટીમ સાથેનો 23 માર્ચ શહીદ દિવસ માટે એક ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ તૈયાર કર્યો હતો. ગુજરાતભરમાં આ શો ખુબજ પ્રચલિત થયો કે ગુજરાત સરકાર દ્વારા આ મલ્ટીમીડિયા શોનું અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતુ.

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">