Jamnagar: યુક્રેનથી વતન પરત આવ્યાની ખુશી સાથે હવે ભવિષ્યની ચિંતા શરૂ થઈ

જામનગરનો દીપ મેનપરા જે યુક્રેનમાં એરોનોટીકલનો અભ્યાસ કરે છે. જે યુધ્ધ વચ્ચે સાહસ બતાવવી ભારત સરકારની મદદથી 8 માર્ચે પોતાના ઘરે પરત પહોચ્યો છે. તેણે કહ્યું કે ઘરે આવવાની ખુશી છે પણ હવે ભવિષ્યની ચિંતા શરૂ થઈ છે.

Jamnagar: યુક્રેનથી વતન પરત આવ્યાની ખુશી સાથે હવે ભવિષ્યની ચિંતા શરૂ થઈ
Jamnagar: With the joy of returning home from Ukraine, future worries have started
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 10, 2022 | 1:27 PM

યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે ચાલેલા યુધ્ધની સ્થિતી વચ્ચે અનેક ભારતીય નાગરીકો અને વિદ્યાર્થી (student) ઓ ત્યાં ફસાયા હતા. ભારત સરકાર દ્વારા ભારતીય નાગરીકોને ત્યાંથી લઈ આવવાના શકય પ્રસાયો કરવામાં આવ્યા છે. અનેક વિદ્યાર્થીઓ પોતાના વતન અને ઘરે સલામત પરત આવી પણ ગયા છે. પરંતુ યુધ્ધની સ્થિતીમાં વિતાવેલા દિવસો અને તે દરેક ક્ષણ કયારેય નહી ભૂલી શકે.

જામનગર (Jamnagar) જીલ્લાના કુલ 12 જેટલા નાગરિકો યુક્રેનમાં ફસાયા હતા. જે પૈકી 5 વિદ્યાર્થીઓ થોડા દિવસો પહેલા પરત આવ્યા હતા અને સુમિમાં ફસાયેલ વધુ ત્રણ વિદ્યાર્થીઓને ત્યાંથી વતન લાવવામાં આવી રહ્યા છે. જે સુમિથી પોલેન્ડ પહોચ્યા છે. ત્યાંથી આજે વતન પરત આવશે. પરંતુ બે વિદ્યાર્થીઓ અને બે વેપારી ત્યાં ફસાયેલ છે. જેમાં કાલાવડના વિવેક વાદી અને વિભાપરના મિલન દોમડિયા બે વેપારી ખેરસનમાં ફસાયા છે. તે રશિયા તરફથી પરત આવવાના પ્રયાસ કરી રહ્યા છે.

જામનગરનો દીપ મેનપરા જે યુક્રેનમાં એરોનોટીકલનો અભ્યાસ કરે છે. જે યુધ્ધ વચ્ચે સાહસ બતાવવી ભારત સરકારની મદદથી 8 માર્ચે પોતાના ઘરે પરત પહોચ્યો છે. જેણે પોતાના અનુભવની વાત કરતા જણાવ્યુ કે યુધ્ધ વચ્ચેના એ સંધર્ષમય દિવસો કયારેય નહી ભુલી શકે. આજે ઘરે પરત આવ્યાની ખુશી છે. પરંતુ ભુતકાળના એ દિવસો મનમાંથી કયારેય દૂર નહી થાય અને હવે અભ્યાસને લઈને ભવિષ્ય (future) ની ચિંતા સતાવે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

1400 કીમીના અંતરનો સાહસ અને સંધર્ષનો પ્રવાસ

દીપ મેનપરા યુક્રેનના ખારકીવમાં હતો, ત્યારે યુધ્ધની સ્થિતી વચ્ચે આશરે 1400 કિમીનુ અંતર કાપીને રોમાનિયા પોહચ્યા હતા. જે માટે બે દિવસનો સમય લાગ્યો. એક સપ્તાહ સુધી ત્યાં યુક્રેન યુધ્ધની સ્થિતીમાં રહ્યા ત્યારે બંકરમાં રહેતા, વીજળી નહોતી, મોબાઈલ ચાર્જ કરવાની મુશકેલી હતી અને થોડો ખોરાક હતો. પરંતુ બાદ તે પુરો થતા મુશ્કેલી વધી. દિવસમાં થોડા સમયમાં દુકાનો ખુલ્લી રહેતી પરંતુ થોડી જ મીનીટ માટે ખુલેલી દુકાનોમાં ભીડ અને પુરતો જથ્થો ના હોવાથી ખાલી હાથે પાછા ફરતા. 8 દિવસ મુશેકલીમાં પ્રસાર કર્યા બાદ 20 કીમી ચાલીને ખારકીવથી પેસીચીન પહોચ્યા. જયા યુક્રેનની સેના દ્વારા ત્યાંના નાગરીકોને અગ્રતા આપવામાં આપતી અને ભુખ્યા તરસ્યા માઈનસ 3 ડિગ્રી ઠંડીમાં રાત દિવસ મુશ્કેલીમાં પસાર કર્યા. દીપ મેનપરા સાથે સુરત અને વડોદરા કુલ 5 જેટલા મિત્રોએ આ મુશ્કેલીના સમયમાં એક બીજાને હિમત આપીને સાહસ કરીને સરહદ સુધી પહોચ્યા. જયાં ગોળીબારી અને બોમ્બબારી વચ્ચેથી નિકળવામાં સફળ રહેતા ભગવાનનો આભાર માન્યો.

સરહદ મળતા મળી રાહત

રોમનિયાની સરહદ પર પહોચવા માટે 5 દિવસનો સંધર્ષમય પ્રવાસ રહ્યો. ચાલીને જવાનુ, ગોળાબારી વચ્ચે નિકળવુ, પાંચ મિત્રો સાથે ચાલીને ઠંડી વચ્ચે ભુખ્યા રહીને સમય વિતાવ્યો. સ્થાનિક એજન્ટોએ મદદ કરી હતી. તો રોમાનિયાની સરહદે પહોચતાની સાથે ત્યાં એમ્બેસીના સ્વયંસેવકો, કર્મચારી અને ભારતના કેન્દ્રીય મંત્રી દ્વારા આવકાર મળ્યો અને ભોજન અપાયું. અમને વતન લાવવા સરકારની તમામ મદદ મળી. ત્યાંથી દિલ્હી આવ્યા. બાદ સુરત અને સુરતથી જામનગર ઘરે આવી શકયો. આ દિવસો તો મુશ્કેલીમાં પ્રસાર થયા છે. પરંતુ જે વખતેની દરેક ક્ષણ કયારેય નહી ભુલી શકાય. બીજી બાજુ હવે અભ્યાસને લઈને ભવિષ્યની ચિંતા પણ સંતાવે છે. સરકારે અમને અને અમારા જેટલા અનેક ભારતીય વિદ્યાર્થીઓ માટે દેવદુત બન્યા તે માટે ભારત સરકારનો પરત આવેલા વિદ્યાર્થીઓ દિલથી આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 11 અને 12 માર્ચે મોદીના કાર્યક્રમના સ્થળ આસપાસના રસ્તા બંધ, જાણે શું રહેશે વૈકલ્પિક વ્યવસ્થા

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના પરિણામની અસર વિધાનસભા ગૃહમા જોવા મળી, ભાજપના ધારાસભ્યોએ કહ્યું, કોંગ્રેસના સુપડાં સાફ

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">