અમદાવાદમાં 11 અને 12 માર્ચે મોદીના કાર્યક્રમના સ્થળ આસપાસના રસ્તા બંધ, જાણે શું રહેશે વૈકલ્પિક વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ અમદાવાદ-ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસે આ બે તારીખના કાર્યક્રમોને પગલે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે.

અમદાવાદમાં 11 અને 12 માર્ચે મોદીના કાર્યક્રમના સ્થળ આસપાસના રસ્તા બંધ, જાણે શું રહેશે વૈકલ્પિક વ્યવસ્થા
Prime Minister Narendra Modi (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 6:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 11 અને 12 માર્ચના રોજ અમદાવાદ-ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 11 તારીકે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના સરપંચોનું સંબોધન કરવાના છે. મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવવાના હોવાથી અમદાવાદ (Ahmedabad)  ટ્રાફિક પોલીસે આ વિસ્તારના રસ્તા બંધ (Roads closed) કરી વૈકલ્પિક (alternative)  રૂટ જાહેર કર્યા છે.

11 તારીખે બપોરે 12 વાગ્યાથી ટ્રાફિકના પ્રતિબંધ લાગુ પડી જશે અને જીએમડીસી ગ્રાઉન્ટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી રૂટ પર પ્રતિબંધ લાગુ રહેશે. ટ્રાફિક પોલીસે આ સાથે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. આ કારણે બપોરના 12:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હ્યાત થઈને કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ થઈને શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઈને માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને કેશવબાગથી ડાબી બાજુ વળીને અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને પાંજરાપોળ ચાર રસ્તા થઈને ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તાથી વિજય ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

રીવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ પણ બંધ રહેવાનો છે. તેમાં વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે સુધીનો રીવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે આશ્રમ રોડ-રીવરફ્રન્ટ પૂર્વનો માર્ગ એટલે કે, વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ થઈને આશ્રમ રોડથી પાલડી ચાર રસ્તા થઈને અંજલિ ચાર રસ્તા પર અવર-જવર કરી શકાશે. ઉપરાંત પૂર્વના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.

જોકે આ સમય દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથ અવર-જવર કરનારાઓને આ જાહેરનામું નહીં લાગુ પડે.

આ પણ વાંચોઃ Ahmedabad: મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજોના આધારે ખાતું ખોલી કરોડોના વ્યવહાર કર્યા, શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">