Jamnagar : ખીજડીયામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા, 300થી વધુ પ્રકારના પક્ષીઓ નિહાળવા ઉમટ્યા પ્રવાસીઓ
Jamnagar News : અલગ-અલગ પ્રકારના પક્ષીઓ જુદા-જુદા સ્થળે જોવા મળે છે. પરંતુ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે. આશરે 10થી 12 હજાર પક્ષીઓ જોવા મળે છે.
શિયાળામાં રાજયના અનેક વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પરંતુ એક સાથે વધુ પ્રકારના પક્ષીઓ અને મોટી સંખ્યામાં પક્ષીઓ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં જોવા મળે છે. વિદેશી પક્ષીઓ શિયાળામાં અહી મહેમાન થાય છે. જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલુ છે. જયાં શિયાળામાં એક સાથે અનેક વિવિધ પ્રકારના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. સાયબેરીયા અને યુરોપમાંથી ઠંડીથી બચવા વિદેશી યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે.
300થી વધુ પ્રકારના પક્ષીઓ બને છે મહેમાન
અલગ-અલગ પ્રકારના પક્ષીઓ અલગ-અલગ સ્થળે જોવા મળે છે. પરંતુ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં 300થી વધુ પ્રકારના પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે. આશરે 10થી 12 હજાર પક્ષીઓની જોવા મળે છે. અનેક વિવિધ પ્રકાર પક્ષીઓ અંહી એકલ-દોકલ કે ઝુંડમાં જોવા મળે છે. ખીજડીયામા એક સાથે અનેક પ્રકારના દેશ-વિદેશના પક્ષીઓ આવતા હોવાના અનેક કારણો છે. ખીજડીયા અખાડની ખાડીમાં આવેલુ છે. ભૌગોલિક રીતે તે વિદેશી પક્ષીઓના માઈગ્રેટરી રૂટમાં આવે છે. તેથી અહી આવતા હોય છે.
પક્ષીઓ માટે અનુકુળ વાતાવરણ
સાથે પક્ષીઓને અનુકુળ વાતાવરણ અહી છે. ખીજડીયામાં એક તરફ દરિયાના ખારા પાણીના ક્યારા જોવા મળે છે. તો બીજી તરફ વરસાદી પાણીના ક્યારા પણ હોય છે. અલગ-અલગ પ્રકાર પક્ષીઓને અનુકુળ ખોરાક મળી રહે છે. ખાડી વિસ્તારમાં લોકોની અવર-જવર ઓછી હોય છે. તેથી પક્ષીઓ માટે અહી તમામ અનુકુળતા હોવાથી અહી રહેવાનુ પસંદ કરે છે.
અનેક લોકો પક્ષીઓને નિહાળવા આવે છે
અહીં દેશ- વિદેશના પક્ષીઓ આવે છે. જેમાં ઈરાન, અફઘાનિસ્થાન, સારબેરીયા, યુરોપ સહીત અન્ય પ્રદેશમાં પણ આવે છે. અહી ફલેમીંગો, પેલીકન, કુંજ, બ્લેકનેક સ્ટ્રોક, સ્પોનબીલ ડ્રક, ઈગલ, પેન્ટેક સ્ટોક સહીત અનેક પક્ષીઓ ખીજડીયાની ઓળખ બન્યા છે. અહી પક્ષી દર્શન માટે વોચટાવર, ટ્રેક,પુલ, બેઠક વ્યવસ્થા સહીતની સવલતો છે. તેથી પક્ષી પ્રેમીઓ, પ્રવાસી પક્ષી વિશે અભ્યાસ કરતા લોકો અહીની મુલાકાત જરૂર લે છે. તો અનેક પક્ષીપ્રેમીઓ પક્ષીના ફોટા માટે દિવસભર અહી ભ્રમણ કરે છે.
વર્ષો પહેલા જામનગરના રાજાએ ખીજડીયામાં આવેલી ખાડીમાં મીઠાના કયારા બનાવ્યા હતા, જયાં કેટલાક પક્ષીઓ વસવાટ કર્યો. બાદમાં નદીમાંથી કેનાલ મારફતે દરિયામાં જતા પાણીને રોકવા અલગ કયારા તળાવ તૈયાર કરવામાં આવ્યા. તેમજ આ વિસ્તારમાં ખાસ પક્ષીઓ વસવાટ કરી શકે તેવા વૃક્ષો અને સ્થળોને વિકસાવ્યા.
ખીજડીયામાં ખારા, મીઠા પાણી, પક્ષીઓ માટેના આશ્રય સ્થાનો, ભૌગોલિક રીતે અને વાતાવરણની પક્ષીઓને અનુકુળતા તેમજ વન્ય વિભાગ પક્ષીઓના રક્ષણ માટેના થતા પ્રયાસથી ખીજડીયાને પક્ષીઓ માટેનુ સ્વર્ગ કહેવામાં આવે છે.