AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: પરણિતાની મદદે આવી 181 અભયમની ટીમ, સાસરિયાના ત્રાસમાંથી અપાવી તાત્કાલિક મુક્તિ

ગત 18 જુલાઈના રોજ 181 મહિલા હેલ્પલાઈનમાં એક દીકરીના માતા-પિતાએ ફોન કરીને જણાવ્યુ કે અમે અન્ય જિલ્લામાં રહીએ છીએ અને અમારી દીકરી કાલાવડ તાલુકામાં સાસરે છે. માતાપિતાએ અભયમ ટીમને ફોન કરી તેમની દીકરીએ તાત્કાલિક લઈ જવા જણાવ્યું હતું.

Jamnagar: પરણિતાની મદદે આવી 181 અભયમની ટીમ, સાસરિયાના ત્રાસમાંથી અપાવી તાત્કાલિક મુક્તિ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:04 AM
Share

Jamnagar: જામનગરના કાલાવડ તાલુકામાં રહેતી પરણિતાને સાસરિયા દ્વારા મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે આ પરણિતાની મદદે 181 અભયમની ટીમ (181 Abhayam team) આવી છે. પરણિતા તેના માતાપિતા પાસે તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી 181 અભયમની ટીમે તેને મદદ કરીને સુરક્ષિત તેના ઘરે મોકલી છે.

આ પણ વાંચો-Mehsana : જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક એકમોના પ્રતિનધિઓ સાથે CSR કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ

માતા-પિતા દીકરી સુધી તાત્કાલિક પહોંચી શકે તેમ ન હતુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં રહેતી મહિલાને સાસરિયા દ્વારા મારવામાં આવતી હતી. જેથી આ પરણિત મહિલાએ માતા-પિતાને ફોન કરીને પિયર લઈ જવા જણાવ્યું હતું, જો કે પરણિતાના માતાપિતા અન્ય જિલ્લામાં રહેતા હોવાથી દીકરીને તાત્કાલિક લઇ જઇ શકે તેમ ન હતા. જેથી પરણિતાના માતાપિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ લીધી. 181 અભયમની ટીમે મહિલાને સાસરિયાના ત્રાસમાંથી મુક્ત કરાવી આશરો આપી માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

માતા-પિતાએ 181 અભયમ ટીમને આપી આ માહિતી

ગત 18 જુલાઈના રોજ 181 મહિલા હેલ્પલાઈનમાં એક દીકરીના માતા-પિતાએ ફોન કરીને જણાવ્યુ કે અમે અન્ય જિલ્લામાં રહીએ છીએ અને અમારી દીકરી કાલાવડ તાલુકામાં સાસરે છે. માતાપિતાએ અભયમ ટીમને ફોન કરી તેમની દીકરીએ તાત્કાલિક લઈ જવા જણાવ્યું હતું. પરણિતાએ ફોનમાં જણાવ્યુ હતુ કે તેમની દીકરીના સસરા અને જેઠ મારપીટ કરીને તેને ઘરમાં બંધ કરી રાખે છે. છેલ્લા બે દિવસથી જમવાનું પણ આપ્યું નથી. માતાપિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાની દીકરી સાથે વાતચીત કરવા દેતા નથી. છેલ્લે વાત થઈ ત્યારે મારી દીકરીએ એવું જણાવ્યુ કે મને લઈ જાઓ નહિતર આ લોકો મને મારી નાખશે.

પીડિતાના માતાએ જણાવ્યુ કે અમે બીજા જિલ્લામાં રહેતા હોવાથી તાત્કાલિક પહોંચી શકાય એમ નથી. જેથી પોલીસ ફરિયાદ કરવા જતાં જાણવા મળ્યું કે, તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇનની મદદ લઈ શકાય છે. બાદમાં પીડિતાના માતાપિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી એડ્રેસ જણાવ્યુ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે કાલાવડ તાલુકાના ગામડામાં જઈને પડિતાના ઘરે પહોંચી હતી.

બાદમાં 181 ટીમના કાઉન્સિલર મનિષાબેન વઢવાણા અને કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા દ્વારા કાઉન્સિલિંગ બાદ જાણવા મળ્યુ કે પીડિતાના જેઠ અને સસરા દ્વારા નશાની હાલતમાં અવાર-નવાર મારપીટ કરવામાં આવતી અને છેલ્લા 14 મહિનાથી પિયર જવા દીધી નથી. તેણી જવાનું કહે તો મારી નાખવાની ધમકીઓ આપતા અને બાળક લઈ લેવાનું કહેતા.

પરણિતાને એક દિવસનો અપાયો આશ્રય

સમગ્ર ઘટના જાણ્યા બાદ 181 મહિલા અભયમની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પીડિતાને આશ્વાસન આપી શાંત કરી હતી. તેણીને પોતાના પિયર જવું હતું પરંતુ તેના માતાપિતા તાત્કાલિક પહોંચી શકે તેમ ન હોવાથી મહિલા હેલ્પલાઈનની ટીમે વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી સંસ્થામાં એક દિવસનો આશ્રય અપાવી સલામત રાખેલી છે. તેમના પિતાને જાણ કરી કે બીજા દિવસે સવારે આવીને તેમની દીકરીને લઈ જાય અને આગળ કાર્યવાહી કરવી હોય તો કરી શકે છે

181 મહિલા હેલ્પલાઇનની ટીમ પીડીતાને કાલાવાડના ગામડાથી લઈને જામનગર વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવતા પીડીતા અને તેના પરિવારે 181 મહીલા હેલ્પલાઈનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">