Gujarati Video : જંબુસરમાં શ્વાને આતંક મચાવ્યો, ચાર બાળકોને ગંભીરરીતે ઈજાગ્રસ્ત કર્યા,
Bharuch : એક તરફ ચોમાસુ(Monsoon) જામ્યું છે અને શ્રાવણ માસ દરમિયાન શ્રાવણના સરવરીયા વરસી રહ્યા છે તે વચ્ચે શ્વાન આક્રમકઃ મિજાજમાં નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં શ્વાન દ્વારા બાળકો ઉપર હુમલો કરી ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરવાના મામલાઓ સામે આવ્યા છે.
Bharuch : એક તરફ ચોમાસુ(Monsoon) જામ્યું છે અને શ્રાવણ માસ દરમિયાન શ્રાવણના સરવરીયા વરસી રહ્યા છે તે વચ્ચે શ્વાન આક્રમકઃ મિજાજમાં નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં શ્વાન દ્વારા બાળકો ઉપર હુમલો કરી ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરવાના મામલાઓ સામે આવ્યા છે. આ બનાવોમાં કુલ 4 બાળકો ગંભીરરીતે ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે.
શાળાના બાળકો ઉપર શ્વાને હુમલો કર્યો
જંબુસર તાલુકાના ખાનપુર નજીકના દેહગામમાં સાંજના સમયે શાલનથી પરત ઘરે જતા બાળકો ઉપર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને ત્રણ બાળકોનો પીછો કરી તેમને કરડવા લાગ્યું હતું. ગભરાયેલા બાળકોએ જીવ બચાવવા દોટ મૂકી હતી. ઘટનામાં ત્રણ ભૂલકાઓ શ્વાનના હુમલાના કારણે ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક આરોગ્યકેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે શાળાએ એકલા જતા બાળકોમાં ભયનો માહોલ ફેલાયો છે.શ્વાનના હુમલામાં ખાનપુર ગામના 3 ભૂલકા ઉપરાંત બે બકરા પણ હુમલાના શિકાર બન્યા હતા.
બાળકોને જંબુસર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવારની જરૂર હોવાથી વડોદરા ખાતે સારવારઅર્થે ખાસેડવામાં આવ્યા હતાં. વાલીઓએ ઘટના બાદ રખડતા પશુઓના મામલે તંત્ર કર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી રહ્યા છે.
બાળકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત
શ્વાનના હુમલાની વધુ એક ઘટના જંબુસરના ખાનપુરી ભાગોળ વિસ્તારમાં બની હતી જ્યાં આંગણામાં રમતા 6 વર્ષીય બાળક ઉપર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાનના હુમલામાં ફૈઝ મલેક નામના બાળકને હાથ અને માથા ના ભાગે ઇજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત બાળક ને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડવામાં આવ્યો હતો.
જંબુસર તાલુકામા એક દિવસમાં શ્વાનના હુમલાની ઘટનાઓ અને તેમાં ૪ બાળકો ઉપરાંત તે પશુઓને ઈજાગ્રસ્ત કરવાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો છે. આ બાળકો પૈકી ત્રણને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે.
પ્રજનનની સીઝનના કારણે બનાવ વધે છે
વરસાદની મોસમમાં કૂતરા ઘણીવાર આક્રમક બની જાય છે. તેનું એક અગત્યનું કારણ વરસાદની મોસમમાં શ્વાનનો પ્રજનનો સમયગાળો હોય છે. આ સમયે તેમના હોર્મોન્સમાં ફેરફાર જોવા મળે છે. તેથી જ આ સિઝનમાં કૂતરા ખૂબ જ આક્રમક બની જાય છે. હોર્મોન ફેરફારો દરમિયાન તે લોકોને કરડવા લાગે છે. વરસાદની ઋતુમાં કૂતરાઓ સ્કિન ઈન્ફેક્શનથી લઈને એક્ટોપેરેટાઈટ રોગનો ભોગ બને છે.તે પણ ક્રોધનું કારણ હોય છે.